Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

યુ.એસ.ના ઓરેગોનમાં શીખ સ્ટોર ક્લાર્ક હરવિન્દર સિંઘને ક્રૂરતા પૂર્વક મારવા બદલ 24 વર્ષીય યુવાન એન્ડ્ર્યુ રામસે વિરુધ્ધ ' હેટ ક્રાઇમ 'આરોપ : વસ્તુ ખરીદવા આવેલ યુવાન પાસે આઇ ડી કાર્ડ માંગતા હુમલો કરી ઈજાઓ પહોંચાડી

ઓરેગોન : યુ.એસ.માં ઓરેગોન સ્થિત સ્ટોરમાં ક્લાર્ક તરીકે કામ કરતા શીખ કર્મચારી હરવિન્દર સિંઘ એ સ્ટોરમાં સિગારેટ પેપર ખરીદવા માટે આવેલા 24 વર્ષીય યુવાન એન્ડ્ર્યુ રામસે પાસે આઇ કાર્ડ માંગતા તે ગુસ્સે થયો હતો અને હિચકારો હુમલો કરતા આ ક્લાર્કને ઈજાઓ પહોંચી હતી.જેના આધારે આરોપી ઉપર હેટ ક્રાઇમ આરોપ લગાવાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:12 pm IST)