Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અમેરિકામાં ભારતીય મૂળના અગ્રણીનો દબદબો : ઇન્ડિયન અમેરિકન શ્રી પ્રેમ પરમેશ્વરન ને પ્રેસિડન્ટ એડવાઈઝરી કમિટીમાં શામેલ કરાશે : 12 સભ્યોની કમિટીમાં પ્રેસિડન્ટ ટ્રમ્પએ શ્રી પ્રેમનો સમાવેશ કર્યો

વોશિંગટન : છેલ્લા થોડા સમયથી એક પછી એક ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓને ઉચ્ચ હોદાઓ મળવા લાગ્યા છે.જે મુજબ કોંગ્રેસમેન ડો.એમી બેરા ,શ્રી રાજા ક્રિષ્નામૂર્થી ,કોંગ્રેસવુમન સુશ્રી પ્રમીલા જયપાલને રાજકીય ક્ષેત્રે મહત્વના હોદાઓ ઉપર આરૂઢ કરાયા છે.જેમાં હવે ઓર એક નામનો સમાવેશ થયો છે જે મુજબ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમની 12 સભ્યોની સલાહકાર સમિતિમાં ઇન્ડિયન અમેરિકન શ્રી પ્રેમ પરમેશ્વરનને  શામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.જેઓને પ્રેસિડન્ટ્સ એડવાઈઝરી કમિશન ઓન એશિયન અમેરિકનસ  ફંડ્ ઓન પેસિફિક આઇલેન્ડ માં સમાવિષ્ટ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:18 pm IST)