Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ફેબ્રુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત પહેલી કેટેગરી સિવાય આ વિભાગમાં અન્‍યતમામ કેટેગરીઓ ત્રણથી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છેઃ અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગમાં બીજી ત્રીજી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અનુક્રમે બેથી ચાર અઠવાડીયા આગળ વધેલ છેઃ જયારે આ વિભાગમાં ૧લી, ૪ થી તેમજ પમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલે છે જયારે ધાર્મિક વ્‍યકતીઓની કેટેગરીઓમાં હાલમાં અશક્‍ય પરિસ્‍થિતિ હોવાથી કોઇ પણ વ્‍યક્‍તિ આ માસ દરમ્‍યાન અમેરિકા આવવા અરજી કરી શકશે નહીઃ અને જો તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે તો સત્તાવાળાઓ તેનો સ્‍વીકાર કરશે નહી

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ફેબ્રુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોએ અમારા વાંચક વર્ગ માટે નીચે દર્શાવ્‍યા મુજબની પ્રસિધ્‍ધ કરેલ છે અને તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે. ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત પહેલી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી જયારે ૨એ કેટેગરી ચાર અઠવાડીયા તેમજ રબી કેટેગરી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છે આ વિભાગની ૩જી તેમજ ૪થી કૌટેગરી અનુક્રમે પાંચ અને ત્રણ અઠવાડીયા આગળ વધેલ છે.

વધારામાં આ માસ દરમ્‍યાન રોજગાર આધારિત વિભાગમાં અરજી કેટેગરી બે અઠવાડીયા તેમજ ૩જી અને બીજી અન્‍ય કામદારોની કેટેગરી અનુક્રમે બે અને ચાર ચાર અઠવાડીયા આગળ વધવા પામેલ છે. આ માસ દરમ્‍યાન ૧લી, ૪ થી તેમજ પાંચમી કેટેગરી કે જેમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇ પણ અરજદાર આ કેટેગરીમાં અરજી કરી શકે છે અને તેને સહેલાઇથી વીઝા મળવાની શકયતાઓ રહેલી છે પરંતુ અરજદારે ઇમીગ્રેશન ખાતાના હાલમાં જે નિયમો છે તેનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહે છે અને તેમ ન કરનારાઓને કદાચ વિઝા ન પણ મળી શકે.

આ અંગે ઇમીગ્રેશન ખાતાના નિયમોના જાણકારોની સલાહ નિયમોના જાણકારોની સલાહ લેવી યોગ્‍ય થઇ પડશે. કે જેથી પાછળથી પસ્‍તાવાનો સમય ન આવે આ વિભાગમાં ધાર્મિક વ્‍યકતીઓ તેમજ રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીઓનલ સેન્‍ટરમાં હાલમાં અશકય પરિસ્‍થિતિ ઉત્‍પન્‍ન થતા વીઝા મળવો મુશ્‍કેલ છે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વહીવટી તંત્ર વીઝા આપવા માટે પુરતી આંતરિક ચકાસણી કરી રહેલ છે માટે આ અંગે અગાઉથી ચોક્કસ પ્રમાણમાં ખાત્રી કરી લેવી સલાહ ભર્યુ રહેશે. 

ફેબ્રુઆરી-ર૦૦૮ માસ દરમ્‍યાન  વીઝા અંગેની સંપૂર્ણ માહિતી

 

કૌટુમ્‍બીક આધારિત વિભાગો

ભારત કટ ઓફ તારીખ

 

અમેરીકન નાગરિકત્‍વ  ધરાવનાર વ્‍યક્‍તિના ૨૧ વર્ષથી વધુ વયના અપરણીત  સંતાનો  (F-1)    

૧પમી માર્ચ ૨૦૧૧

 

 

એ કાયમી વસવાટ કરનારાઓના પતિ-

પત્‍નિ તથા અપરણીત સતાનો  (F-2A)

૧લી માર્ચ ૨૦૧૬

 
 

બી  કાયમી વસવાટ ૨૨મી નવેમ્‍બર ૨૦૧૦ કરનારાઓના

 ૨૧ વર્ષથી વધુ  વયના આણીત સંતાનો  (F-2B)

૧પમી જાન્‍યુઆરી ૨૦૧૧

 

 

અમેરીકન નાગરિકત્‍વ ૮મી સપ્‍ટેમ્‍બર  ૨૦૦૫ ધરાવનાર વ્‍યક્‍તિના પરણીત  સંતાનો  (F-3)

૧પમી નવેમ્‍બર ૨૦૦પ્

 

 

અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના પુખ્‍ત વયના ભાઇઓ તથા બહેનો

૮મી જાન્‍યુઆરી ૨૦૦૪

 

 

 

કૌટુમ્‍બીક આધારિત વિભાગો

પિટીશન ફાઇલ કરેલ તેની તારીખ

અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના   ૨૧ વર્ષથી વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૧લી જાન્‍યુઆરી ૨૦૧૨

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્‍નિ તથા અપરણીત સંતાનો  (F-2A)

૧લી નવેમ્‍બર ર૦૧૬

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧  વર્ષથી વધુ વયના આણીત સંતાનો  (F-2B)

૧લી સપ્‍ટેમ્‍બર ૨૦૧૧

અમેરિકન નાગરિકત્‍વ ૧લી ડીસેમ્‍બર ૨૦૦૫ પરણીત સંતાનો  (F-3)

૧લી ડીસેમ્‍બર ૨૦૦પ

અમેરીકન નાગરિકત્‍વ ૨૨મી જૂન ૨૦૦૪  ધરાવનાર વ્‍યક્‍તિના પુખ્‍ત વયના ભાઇઓ   તથા બહેનો

૨૨મી જુન ર૦૦૪

વિશેષમાં ઇમીગ્રેશન ખાતાના નિયમો અનુસાર કૌટુમ્‍બીક આધારિત વિભાગે સિવાય રોજગાર આધારિત વિભાગોમાં પણ ભીન્‍ન ભીન્‍ન પ્રકારની કેટેગરીઓ શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ કુશળ કારીગરો સવિશેષ પ્રમાણમાં લેછે આ વિભાગમાં જે નીચે મુજબની તારીખો દર્શાવવામાં આવેલ છે તે ફેબ્રુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન ભારત માટેની કટઓફની તારીખ છે જેની વાંચક વર્ગે નોંધ લેવા નમ્ર વિનંતી છે. 

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામદારો (E-1)

વર્તમાન-

ધંધાકીયા ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૮મી ડીસેમ્‍બર ર૦૦૮

કુશળ કારીગરો (E-3

૧લી ડીસેમ્‍બર ર૦૦૬

 

અન્‍ય કામદારો

૧લી ડીસેમ્‍બર ર૦૦૬

ચોક્કસ વસાહતીઓ

વર્તમાન-

 

ધાર્મિક વ્‍યકિતઓ

હાલમાં અશકય

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

હાલમાં અશકય

 

વધારામાં રોજગાર આધારિત વિભાગોમાં જે વ્‍યક્‍તિઓએ અમેરીકામાં સ્‍થાયી જવા માટે અરજી કરેલ છે તેની પ્રાયોરીટી તારીખ છે અને તે આધારે ઇમીગ્રેશન ખાતાના અધીકારીઓ દ્વારા જરૂરી પગલા લેવાઇ રહ્યા છે આ અંગે ઇમીગ્રેશન ખાતાની વેબસાઇટનો ઉપયોગ કરવો હિતાવહ છે.

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

વર્તમાન-

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૮મી ફેબ્રુઆરી ર૦૦૯

કુશળ કારીગરો (E-3)

૧લી જાન્‍યુઆરી ર૦૦૮

 

અન્‍ય કામદારો (E-W)

૧લી જાન્‍યુઆરી ર૦૦૮

ચોક્કસ વસાહતીઓ (E-4)

વર્તમાન-

 

ધાર્મિક વ્‍યકિતઓ

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

કરઓફ તારીખ

         જાન્‍યુઆરી-ર૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની જે માહિતીઓ હતી અને ફેબ્રુઆરી-ર૦૧૮ ચાલુ માસ દરમ્‍યાન ઉપરોક્‍ત મુજબની જે માહિતીઓ પ્રસિધ્‍ધ કરેલ છે તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

કૌટુમ્‍બીક અત્‍યારિત

કેટેગીરી

ગયા મહિનાની કટ

ઓફ તારીખ

ચાલુ માસની કટ

ઓફ તારીખ

કેટલા અઠવાડીયા આગળ વધી

૧લી માર્ચ ર૦૧૧

૧પમી માર્ચ ર૦૧૧

કંઇ નહીં

૨એ

૧લી ફેબ્રુઆરી ૨૦૧૬

૧લી માર્ચ ર૦૧૬

ચાર અઠવાડીયા

૨બી

૧લી ડીસેમ્‍બર ૨૦૧૦

૧પમી જાન્‍યુઆરી ર૦૧૧

છ અઠવાડીયા

૮મી ઓકટોબર ર૦૦પ

૧પમી નવેમ્‍બર ર૦૦પ

પાંચ્‍ અઠવાડીયા

૧પમી ડીસેમ્‍બર ર૦૦૩

૮મી જાન્‍યુઆરી ર૦૦૪

ત્રણ અઠવાડીયા

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામદારો(E-1)

વર્તમાન

વર્તમાન

-

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-1)

રરમી નવેમ્‍બર ર૦૦૮

૮મી ડીસેમ્‍બર ૨૦૦૮

બે અઠવાડીયા

કુશળ કારીગરો (E-3)

૧લી નવેમ્‍બર ર૦૦૬

૧લી ડીસેમ્‍બર ર૦૦૬

ચાર અઠવાડીયા

 

બીજા અન્‍ય કામદારો

૧લી નવેમ્‍બર ર૦૦૬

૧લી ડીસેમ્‍બર ર૦૦૬

ચાર અઠવાડીયા

ચોક્કસ વસાહતીઓ (E-4)

વર્તમાન

વર્તમાન

-

 

ધાર્મિક વ્‍યકિતઓ

હાલમાં અશકય

હાલમાં અશકય

-

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન

વર્તમાન

-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

હાલમાં અશ્‍કય

હાલમાં અશકય­­­­­

-

 

(12:05 am IST)