Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઓસ્‍ટ્રેલિયાના શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિડની ખાતે ઉજવાઇ ગયેલો પાટોત્‍સવ : ૧૭ જાન્‍યુ.થી ૨૧ જાન્‍યુ. ૨૦૧૮ દરમિયાન ઉજવાયેલા પાંચમા પાંચ દિવસીય પાટોત્‍સવમાં આચાર્યશ્રી કૌશલેન્‍દ્ર પ્રસાદજીની ઉપસ્‍થિતિ તથા માર્ગદર્શન : ગુજરાતના કચ્‍છ ભુજથી ૨૦ જેટલા સંતો તથા દેશવિદેશોમાંથી વિશાળ સંખ્‍યામાં હરિભકતો ઉમટી પડયા : ૨૪ જાન્‍યુ. થી ૨૮ જાન્‍યુ. ૨૦૧૮ દરમિયાન મેલબોર્ન ખાતે ૬ઠૃો પાટોત્‍સવ ઉજવાશે

સિડની : સિડનીમાં આવેલા શ્રી સ્‍વામિનારાયણ મંદિર, કિંગ્‍સ પાર્ક ખાતે ૧૭ જાન્‍યુ. થી ૨૧ જાન્‍યુ. ૨૦૧૮ દરમિયાન પાંચમો પાંચ દિવસીય પાટોત્‍સવ ઉજવાઇ ગયો.

આ પાટોત્‍સવનું આયોજન આચાર્યશ્રી કૌશલેન્‍દ્ર પ્રસાદજીની હાજરીમાં કરાયું હતું. જેમાં ગુજરાતના કચ્‍છ ભુજથી ૨૦ થી વધુ સંતો હાજર રહયા હતાં. પાંચ દિવસ સુધી ચાલેલા આ પાટોત્‍સવમાં વિશાળ સંખ્‍યામાં સ્‍થાનિક તથા દેશવિદેશના હરિભકતો જોડાયા હતાં.

પાટોત્‍સવની ઉજવણી અંતર્ગત તમામ હરિભકતો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જે માટે શ્રી સ્‍વામિનારાયણ મંદિર કિંગ્‍સ પાર્કના તથા કચ્‍છ ગુજરાતના અનેક હરિભકતો તન, મન તથા ધનથી સેવાઓ આપી કૃતાર્થ થયા હતાં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. આગામી ૨૪ જાન્‍યુ. થી ૨૮ જાન્‍યુ. ૨૦૧૮ દરમિયાન મેલબોર્ન ખાતે ૬ઠૃો પાટોત્‍સવ ઉજવાશે.

(11:04 pm IST)
  • 'પદ્માવત' સંઘર્ષ સમિતિની રચનાઃ પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા : ગઈકાલે ગરાસીયા બોર્ડીંગ ખાતે મળેલી સર્વ જ્ઞાતિની બેઠકમાં લોકશાહી ઢબે લડતનો નિર્ધાર access_time 3:24 pm IST

  • ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં શાદી પ્રસંગે વિવાદ સર્જાયો : ૩ બાળકોને ફાયરીંગમાં ગોળીઓ લાગી: ૧ મોત access_time 2:15 pm IST

  • ગુજરાત સરકારને મગફળી ખરીદીની કેન્દ્રે મંજૂરી આપી : ૪ લાખ મેટ્રીક ટન ખરીદાશે : મગફળીની ખરીદી બંધ નહિં કરવા આદેશ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જાહેરાત access_time 4:12 pm IST