Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બ્રિટનમાં વસતા ભારતીય મૂળના મહિલા સુશ્રી જય દેસાઇનું પ્રશંસનીય કૃત્‍ય : સ્‍કૂલમાં ભણતી પોતાની ૯ વર્ષની પુત્રીને વંશીય તથા જાતિય ટીપ્‍પણી કરતું પુસ્‍તક વાંચવાની ટીચરે ભલામણ કરતાં ફરિયાદ નોંધાવી : સ્‍કુલ સતાવાળાઓએ પુસ્‍તક લાયબ્રેરીમાંથી પાછુ ખેંચી લેવાની ફરજ પડી : જય હો.......

લંડન : બ્રિટનમાં વસતા એક જાગૃત ભારતીય મહિલાએ પ્રશંસનીય કૃત્‍ય કરી બતાવ્‍યું છે જે મુજબ વંશીય અને જાતીય ટીકા ટીપ્‍પણી કરતા પુસ્‍તક ‘ડેડલી લેટર' ઉપર પ્રાઇમરી સ્‍કૂલના સતાવાળાઓએ પ્રતિબંધ મુકી દેવાની ફરજ પડી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ભારતીય મૂળના ૩૯ વર્ષીય મહિલા સુશ્રી જય દેસાઇની પ્રાઇમરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી ૯ વર્ષીય પુત્રીને તેના ટીચરે મેરી રોફમેન લિખિત ડેડલી લેટર વાંચવાનું કહયું હતું. પરંતુ આ પુસ્‍તકમાં કરવામાં આવેલી વંશીય તથા જાતિય ટીપ્‍પણીઅ ઉપર સુશ્રી જય દેસાઇનું ધ્‍યાન જતાં તેમણે સ્‍કૂલના સતાવાળાઓ સમક્ષ ફરિયાદ કરી હતી. આથી આ સ્‍કૂલએ પોતાની લાયબ્રેરીમાંથી પુસ્‍તક પરત ખેંચી લીધુ હતું.

એક જાગૃત માતા પોતાના સંતાનોને કરાવાતા અભ્‍યાસ પ્રત્‍યે ધ્‍યાન આપેતો તેમના સંસ્‍કાર બગડતા અટકી જાય છે તેવો બોધ આ  ઘટના ઉપરથી જરૂર મળી શકે છે તેમ છાત્ર અને વાલીઓના અભિપ્રાય મુજબ બાળકો આવી ઘટનાઓથી વાકેફગાર રહે તે પણ એટલું જ જરૂરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવાં મળે છે. 

(11:03 pm IST)