Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

' સંધ્યાસ ટચ ' : ગંભીર રોગોથી પીડાતા લોકોની સેવા માટે તથા તેના પરિવારને મદદરૂપ થવા લોન્ચિંગ કરાયેલું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : કેન્સરથી પીડિત સ્વ. સુશ્રી સંધ્યા આચાર્યની સ્મૃતિમાં ઇન્ડિયન અમેરિકન શ્રી મુકુંદ આચાર્યના એક્ઝિક્યુટિવ પદે 7 ડિસેમ્બરના રોજ લોન્ચિંગ કરાયું : જીવલેણ રોગોથી પીડિત લોકોને કઈ રીતે સધિયારો આપવો તે અંગેનું અભિયાન

વોશિંગટન : ગંભીર રોગોથી પીડાતા લોકોની સેવા માટે તથા તેના પરિવારને મદદરૂપ થવા માટે ઇન્ડિયન અમેરિકન શ્રી મુકુંદ આચાર્યના એક્ઝિક્યુટિવ પદે 7 ડિસેમ્બરના રોજ ' સંધ્યાસ ટચ 'નામક નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનનું   લોન્ચિંગ કરાયું છે.


 કેન્સરથી પીડિત  સ્વ. સુશ્રી સંધ્યા આચાર્યની સ્મૃતિમાં શરૂ કરાયેલા આ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને સહકાર આપવા અન્ય કોમ્યુનિટી સંગઠનોને પણ અપીલ કરાઈ છે.
આ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ કોમ્યુનિટીને પરિવારના કોઈ સભ્યની ગંભીર માંદગી સમયે તેને આનંદમાં રાખવા તથા મદદરૂપ થવા માટે સમજણ આપવાનો હેતુ છે.
વિશેષ માહિતી www.sandhyastouch.org.દ્વારા મેળવી શકાશે તેવું જાણવા મળે છે.

(8:25 pm IST)
  • સાઉદી અરેબિયા પછી હવે ઓમાન પણ 22 ડિસેમ્બરથી (આજે મધ્યરાત્રિથી) એક સપ્તાહ માટે તેની આંતરરાષ્ટ્રીય ભૂમિ, હવા અને દરિયાઇ સરહદો બંધ કરશે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે. access_time 7:12 pm IST

  • સુવરના માંસમાંથી બનેલી કોરોના વેક્સીન લેવી કે નહીં ? : ઇસ્લામ ધર્મગુરુઓ અવઢવમાં : ઇસ્લામમાં સુવરનું માંસ ત્યાજ્ય ગણાય છે : એક મત મુજબ જરૂરી સંજોગોમાં ઇન્જેક્શન વાટે લેવામાં વાંધો નહીં : હજુ સુધી સ્પષ્ટ નિર્ણય લઇ શકાયો નથી access_time 12:37 pm IST

  • મેરઠથી ગાઝિયાબાદ સુધી ખેડુતોએ ટ્રેક્ટર કૂચ શરૂ :મેરઠથી, કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના વિરોધમાં જોડાવા માટે, હિંદ મઝદુર કિસાન સમિતિના સભ્યો અને ગાઝિયાબાદ તરફની ટ્રેક્ટર કૂચ શરૂ કરી access_time 11:34 pm IST