Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

SGVP ગુરુકુળ કેનેડાના ઉપક્રમે ધાબળાનું વિતરણ કરાયું : શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સુતેલા લોકોને બ્લેન્કેટ ઓઢાડવાના ભગીરથ કાર્ય દ્વારા ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી


દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : SGVP ગુરુકુળ કેનેડાના ઉપક્રમે તાજેતરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સુતેલા લોકોને બ્લેન્કેટ ઓઢાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું.

ચાલુ દિવસોમાં એકબીજાની નજીક સુઈ શકતા લોકો વર્તમાન સંજોગોમાં એકબીજાથી દૂર સુવા મજબુર બનતા હોવાથી ઠંડીને કારણે શરદી ,તાવ ,સહિતના રોગોનો ભોગ બની રહ્યા છે.ક્યારેક તો વધુ પડતી ટાઢને કારણે તેમાંથી અમુક લોકો તો મૃત્યુ પણ પામે છે.

આ સંજોગોમાં આવા જરૂરિયાતમંદ લોકોને બ્લેન્કેટ ઓઢાડી હૂંફ આપવાનું કાર્ય હાથ ધરી SGVP ગુરુકુળ કેનેડા દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવામાં આવી રહી  છે.તેવું ગુરુકુળની યાદી દ્વારા જાણવા મળે છે. 

(6:28 pm IST)