Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

" તુજ આત્મા તુજ પરમાત્મા, માતા પિતાને તુજ દાતા " : ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ કેલિફોર્નિયાના ઉપક્રમે 'ઝુમ મીટ ' યોજાઈ : શ્રી પ્રસાંત શાહના કાવ્ય પઠને દાદ મેળવી

કેલિફોર્નિયા : " તુજ આત્મા તુજ પરમાત્મા, માતા પિતાને તુજ દાતા ભરમ અમારો ભાંગ્યો વિધાતા , કોણ વિઘ્નહર્તા ને કોણ વિઘ્ન કરતા?
ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ - કેલિફોર્નિયા ની 'ઝુમ મીટ ' માં શ્રી પ્રસાંત શાહની કાવ્ય પઠનમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહીને ઉપરોક્ત શબ્દ રચનાથી જમાવટ કરીને મિત્રોની દાદ મેળવી હતી.

  પ્રારંભમાં ગુણવંતભાઈ  પટેલે સૌને આવકાર આપ્યો અને શુભેચ્છાઓ પાઠવી. શ્રી હર્ષદરાય શાહે શ્રીમાન પ્રશાંત ( સી.પી.એ.) નો શાબ્દીક પરીચય પાઠવી આજના મહેમાનશ્રીને આવકાર્યા. શ્રી કાન્તિભાઈ મિસ્ત્રીએ સૌ સભ્યોનો પરીચય કરાવ્યો, શ્રી પ્રસાંત શાહે તેમની શરૂઆત શાયરી કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા.

 " ગીત સંગીત અને પ્રીતમા સંસ્ક્રુતિની જીત છે, ને કાવ્યમાં સંસ્ક્રુતિ સિંચવીએ કવિઓનું મીત છે."

જ્યારે વર્તમાન સમયમાં માનવીની મનોદશાને વર્ણવતાં કહે છે કે " કશાને કશાથી કશો ફરક પડતો નથી. હવે તો એમને માનવતાનો રંગ પણ ચડતો નથી.
અહીં એમની ભાર્યાની ચિતા ભભુકે છે ને પતિદેવ મંડપમાં અગ્નિફેરામાં ઝુમે છે.... કશાને કશાથી....
જ્યારે છુટાછેડાની વ્યથાને વર્ણવતા કહે છે કે....
  " મૃગજળ જાણે કહે કાંઈ , એ તો પાણી ના પરબ હતાં, પારકાની પ્યાસ બુઝાવી, જીંદગીભર ખુદ તરસ્યાં હતાં
કેમ કહેવાશે મારાથી પ્રિયે કે તમે બેવફા હતાં, જીવી રહ્યો છું ભલે , પણ શ્વાસ  તો તમારાં હતાં ''

જ્યારે છુટાછેડાની પરિસ્થિતીમાં બાળકોની વેદનાને આ પંક્તી રજુ કરે છે
     " હંસલું બિચારૂ લાગ્યું તરફરડવા    ચાલ્યું ગરીવડું મૃગજળને ચીરવા.
     આશાના પરપોટા બાંધ્યા હવામાં   દશ્ય નિહાળી ભોંકાણી કટાર કાળજામાં "
આમ કાવ્ય પઠનના ડોરમાં શ્રી રમેશ પટેલ સુર પુરાવતા તેમની કાવ્ય રચના " ખુશી " નો આસ્વાદ ચખાડ્યો જેમાં નાના બાળકના વ્યહવારથી માતા-પિતા-બા-દાદાના જીવનમાં કેવિ ખુશી આપે છે તે જણાવે છે
    " એક , બે , ત્રણ , કહુ તો બા-દાદા ને લાગે '' વ્હાલુ " વન - ટુ - થ્રી બોલુંતો મમ્મી-પપ્પાને લાગે મધુરુ "

 મધ્યમાં શ્રી હર્ષદરાય શાહ તરફથી હાઈકુ ની રજુઆત થઈ ચાલ ખોલને લાગણીના ઢાંકણ નત્ત મસ્તકે.
અંતે પ્રશાંતભાઇએ જણાવ્યું કે '' મારો તો એવું મારો ફુલોથી મન ફુલીને ફાળકો થઈ જાય '' .
અવિસ્મરણીય એવી આ સંગતમાં સૌ એ મન ભરીને ભાગ લીધો. શ્રી રમેશ પટેલ-આકાશદીપ તરફથી પ્રશાતભાઈ ની કાવ્ય રચના માં વર્ણવેલ ભાવ , પ્રાસ , શબ્દરચનાનો ખ્યાલ આપ્યો જ્યારે શ્રી હર્ષદરાય શાહે કાવ્યમાં વણાયેલ વર્તમાન સ્થિતિનુ-હાસ્ય- દર્દ-વેદના-આશા- નિરાશાને વર્ણવ્યા.

શ્રી જગદીશભાઈ પટેલ ( ફેડરલ રીટાયરી ) એ સૌનો આભાર વ્યક્ત કર્યો . પુનઃ આવાજ રસભર્યા કાર્યક્રમોમાં સૌ સિનીયરો જોડાઈને પોતાની લાગણીઓને વાચા આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી... જયહો GSFC  તેવું માહિતી અને તસ્વિર સૌજન્ય સાથે શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી દ્વારા જાણવા મળે છે.

(1:57 pm IST)