Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

શ્રી દ્વારકાધીશ હવેલી ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે ઉજ્વાનારો ગુંસાઈજી જાહેર પ્રાગટ્ય ઉત્સવ : જલેબી ઉત્સવ તરીકે ઓળખાતો આ ઉત્સવ 9 જાન્યુઆરી 2021 ના રોજ ઉજવાશે : વૈષ્ણવોમાં જોવા મળી રહેલો થનગનાટ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકામાં શ્રી દ્વારકાધીશ હવેલી ,717 ,વોશિંગટન રોડ , પાર્લીન ન્યુજર્સી મુકામે આગામી 9 જાન્યુઆરી 2021 શનિવારના   રોજ ગુંસાઈજી જાહેર પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે.જલેબી ઉત્સવ તરીકે ઓળખાતો આ ઉત્સવ ઉજવવા માટે વૈષ્ણવોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

ઉજવણી અંતર્ગત 7 થી 8 વાગ્યા દરમિયાન શયનના દર્શન સોનાના બંગલામાં થશે.દર્શન બાદ સર્વેને મહાપ્રસાદનો લાભ લેવા વિનંતી કરાઈ છે.જલેબી ઉત્સવના મનોરથી થવા ઇચ્છતા વૈષ્ણવોએ મંદિરના કાર્યાલયનો રૂબરૂ અથવા ફોન નં .732-254-0061 દ્વારા સંપર્ક કરવા મંદિરની યાદીમાં  જણાવાયું છે.

 

(8:29 pm IST)