Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

બ્રિટન સ્થિત ભારતીય મૂળના નાગરિકને અનિશ્ચિત મુદત સુધી હોસ્પિટલમાં રાખવાનો કોર્ટનો હુકમ : 69 વર્ષીય વ્યક્તિની છૂરો ભોંકી દઈ હત્યા કરી નાખી હતી

લંડન : બ્રિટન સ્થિત ભારતીય મૂળના 36 વર્ષીય નાગરિક ગુરજીત સિંહ લાલને કોર્ટએ અનિશ્ચિત મુદત સુધી હોસ્પિટલમાં રાખવાનો કોર્ટનો હુકમ કર્યો છે.

તેના ઉપર 69 વર્ષીય વ્યક્તિની છૂરો ભોંકી દઈ હત્યા કરી નાખવાનો આરોપ હતો જે ઓક્ટોબર માસમાં પુરવાર થઇ ગયો હતો.

લાલ રસ્તામાં ચાલતી વખતે થુંક્યો હતો તેથી રસ્તે ચાલતા 69 વર્ષીય વ્યક્તિએ તેને ઠપકો આપ્યો હતો.તેથી વાતમાં ગરમાગરમી આવી જતા લાલે આ વૃદ્ધની છરો મારી હત્યા કરી નાખી હતી.

તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાતાં તેને માનસિક રોગો માટેની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.જ્યાં અનિશ્ચિત મુદત સુધી તેને રાખવાનો નામદાર કોર્ટએ હુકમ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:33 pm IST)