Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

અમેરિકામાં ભારતીય દૂતાવાસ બહાર આવેલી મહાત્મા ગાંધીની મૂર્તિ ખંડિત થવા બદલ વ્હાઇટ હાઉસે દુઃખ વ્યક્ત કર્યું : આ બાબતની ગંભીર નોંધ લીધી હોવાનું વ્હાઇટ હાઉસ પ્રવક્તાનું નિવેદન

વોશિંગટન ડી.સી. : અમેરિકામાં ભારતના કૃષિ ધારા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન દરમિયાન દેખાવકારોએ ભારતીય દૂતાવાસ બહાર આવેલી મહાત્મા ગાંધીની મૂર્તિ ખંડિત કરવા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.

વ્હાઇટ હાઉસ પ્રવક્તા કાયલે મેક્નેનીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી જેવા સત્ય અને અહિંસાના આદર્શ સમાન વ્યક્તિની પ્રતિમા સાથે કરાયેલા ચેડાં દુઃખદ છે જેની અમે ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે.

ઉલ્લેખનીય છે કે આંદોલન દરમિયાન દેખાવકારો સાથે ખાલીસ્તાની સમર્થકો પણ જોડાયા હતા.તથા ખાલીસ્તાની ઝંડા લહેરાવાયા હતા.આ અગાઉ બ્રિટનમાં પણ દેખાવો થયા હતા તેમાં પણ ખાલિસ્તાન સમર્થકો જોડાયા હોવાનું ખુલ્યું હતું.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:17 pm IST)