Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભારતની ૧ લાખ સ્કુલોને દત્તક લેવાનો ''એકલ વિદ્યાલય ફાઉન્ડેશન''નો લક્ષ્યાંક હાંસલઃ યુ.એસ.ના ન્યુયોર્કમાં યોજાયેલા ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં કરાયેલી ઘોષણાં

ન્યુયોર્કઃ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ પુરૂ પાડવા કાર્યરત નોનપ્રોફિટ ''એકલ વિદ્યાલય ફાઉન્ડેશન''એ ૯ નવેં.૨૦૧૯ના રોજ ૧ લાખ સ્કુલોને દત્તક લેવાનો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. આ બાબતની ઘોષણાં ન્યુયોર્કમાં યોજાયેલ ફયુચર ઓફ ઇન્ડિયા ગાલા પ્રોગ્રામમાં કરાઇ હતી.

આ તકે ૩.૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતું. તેમજ ત્યાર પહેલા લોસ  એન્જલસ મુકામે યોજાયેલા ગાલા પ્રોગ્રામમાં ૨ મિલીયન ડોલર ભેગા થઇ ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે ભારતના છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા જરૂરીયાતમંદ પરિવારોના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવી સમાનતા તથા સમાજસેવાનો સંદેશ ફેલાવવા બદલ એકલ વિદ્યાલય ફાઉન્ડેશનને ભારત સરકારનો ''ગાંધી પીસ પ્રાઇઝ'' એવોર્ડ મળેલો છે.

(8:17 pm IST)
  • મોબાઈલ શોરૂ.મના માલિકોએ પોતાના શોરૂ.મમાંથી 'વિવો' કંપનીનો સ્ટોક કાઢી નાખ્યો : બ્રાન્ડની બહિષ્કારની ચિમકી : વિવો કંપની સામે રાજયભરના મોબાઈલના ડીલરો જંગે ચડ્યા છે. ઓનલાઈન કંપનીઓને નવા મોડલ પહેલા આપવામાં આવે છે અને ડીસ્કાઉન્ટ પણ વધુ આપવામાં આવતુ હોય મોબાઈલ શોરૂ.મના માલિકોએ સ્ટોક રીમૂવ કરી નાખ્યો છે. ડીલરોએ વિવો બ્રાન્ડનો બહિષ્કાર કરી દીધો છે. રાજકોટ, સુરત, અમદાવાદ, હિંમતનગર, મહેસાણા, અમરેલી, સાયલા સહિત ગામેગાના મોબાઈલ શોરૂ.મના માલિકો જોડાઈ રહ્યાનું દિલીપ પાંધી (રાજકોટ)એ જણાવેલ.(૩૭.૨૩) access_time 3:28 pm IST

  • શ્રીલંકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષેએ પોતાના મોટાભાઈ મહિન્દા રાજપક્ષેને પ્રાઈમ મિનિસ્ટર બનાવ્યા access_time 8:04 pm IST

  • સરકારી કંપની બીપીસીએલ, એસસીઆઈ, સહીત સાત કંપનીઓમાં રોકાણને મંજૂરી : 51 ટકાથી ઓછો હશે સરકારી હિસ્સો : નવા ખરીદનારને મળશે કંપનીનો કંટ્રોલ :સરકારને પોતાનો હિસ્સો વેચીને અંદાજે એક અલખ કરોડ મળવાનું અનુમાન access_time 10:53 pm IST