Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

અમેરિકાનો ચસકો : વીઝા નિયમોનો ભંગ કરી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ૧પ૦ જેલા ભારતીયોને પરત મોકલી દેવાયાઃ છેલ્લા એક જ વર્ષમાં દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીયોની સંખ્યા ૯૦૦૦

ન્યુ દિલ્હીઃ વીઝા માટેના નિયમોની અવગણના કરી ગેરકાયદે અમેરિકા પહોંચેલા ભારતના ૧પ૦ જેટલા નાગરિકોને ખાસ વિમાન દ્વારા દિલ્હી પરત મોકલી દેવાયા છે. જેઓ આજ સવારે દિલ્લી પહોંચી ગયા છે.

આ નાગરિકોમાં મોટા ભાગના પંજાબના વતની છે. આ અગાઉ ૩૧ ઓકટો. ર૦૧૯ ના રોજ ૩૦૦ ઉપરાંત ભારતીયોને મેકિસકોના માર્ગેથી ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ભારત પાછા મોકલી દેવાયા હતા.

છેલ્લા એક વર્ષ દરમ્યાન ૯૦૦૦ જેટલા ભારતના ગેરકાયદે વીઝા ધારકોને અમેરિકાએ પરત રવાના કરી દીધા હોવાનું જાણવા મળે છે.

ઉપરાંત નોર્થ અમેરીકન પંાબી એશોશીએશનના અહેવાલ મુજબ ગયા નવેમ્બર માસમાં ર૪૦૦ જેટલા ભારતીયો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ જેલમાં ધકેલાયા હતા.

(9:10 pm IST)