Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઇન્ડિયન અમેરિકન યુવતિ સુશ્રી માનસી ભટ્ટને એવોર્ડઃ રોગચાળાને નાથવા માટે વિશ્વ ભરમાંથી આવેલા ૬૦ સંશોધન પત્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું

કેલિફોર્નિયાઃ રોગચાળાને નાથવા માટે જુદા જુદા ૩ હજાર જેટલા વ્યાવસાયિકોના અભિપ્રાયો મેળવી આંકડાકીય માહિતી રજુ કરવા બદલ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીની સ્ટુડન્ટ ઇન્ડિયન અમેરિકન સુશ્રી માનસી ભટ્ટને એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ ''બેસ્ટ યુઝ ઓફ એનાલિટીક એન્ડ વિઝયુલાઇઝેશન' નામથી આપવામાં આવે છે.

આ માટે ટેરાડેટા યુનિવર્સિટી નેટવર્કને વિશ્વભરમાંથી ૬૦ સંશોધન પત્રો મળ્યા હતા. જેમાંથી ૧૫ ફાઇનીલીસ્ટની પંસદગી કરાયા બાદ તે પૈકી સુશ્રી માનસી ભટ્ટને વિજેતા ઘોષિત કરાયેલ.

જેમાં દવાનો ઓવરડોઝ પણ કારણભૂત જણાયો હતો.

(9:22 pm IST)