Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમેરિકામાં જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ ભારતીય મૂળની 8 મહિલાઓનું બહુમાન

વોશિંગટન : અમેરિકામાં રાજકારણ,વ્યવસાય,આરોગ્ય સેવાઓ,શિક્ષણ,ન્યાય,માનવ અધિકાર, સહીત જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી બતાવનાર ભારતીય મૂળની 8 મહિલાઓનું બહુમાન કરાયું છે.

 સન્માનિત કરાયેલી આ 8 મહિલાઓમાં લોયર સુશ્રી શીલા મુર્થી AAHOA ના સુશ્રી જાગૃતિ પાનવાલા,,NASA એસ્ટ્રોફિઝિસ્ટ સુશ્રી મધુલિકા ઉપરાંત મેરીલેન્ડના સુશ્રી અરુણા મિલ્લર,ફ્લોરિડાના સુશ્રી મનીષા ગાયકવાડ,સુશ્રી એન્ન રામકુમારન,તથા સુશ્રી સુમન રઘુનાથનનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)