Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જે લોકો મતદાન નથી કરતાં તેઓને દેશના નિર્ણયો વિષે બોલવાનો કોઈ હક્ક નથી : અમદાવાદ અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણીમાં અમેરિકાથી ખાસ મતદાન કરવા આવેલા NRI પંચાલ દંપતીનો અભિપ્રાય

અમદાવાદ : ગુજરાતમાં આજ સોમવારે યોજાયેલી 6 બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન કરવા અમેરિકાથી  NRI  પંચાલ દંપતી આવ્યું હતું તથા અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપર મતદાન કર્યું હતું

છેલ્લા 10 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા આ દંપતીએ જણાવ્યું હતું કે જે લોકો મતદાન નથી કરતાં તેઓને દેશના નિર્ણયો વિષે બોલવાનો કોઈ હક્ક નથી તેમણે ઓછા મતદાન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું તથા પોતાના મતનું મૂલ્ય સમજતા અને મતાધિકારને પોતાની ફરજ ગણતા મૂળ અમેરિકામાં સ્થાયી થયેલા એન.આર.આઇ. દંપતી આજે મતદાન કરવા માટે ખાસ અમદાવાદ આવ્યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)
  • કમલેશ તિવારી હત્યાકાંડ : 2 આરોપી દેશ છોડી ભાગી ગયા હોવાની શંકા : સુરતના વતની મોઈનખાન પઠાણ અને અશફાકખાન પઠાણ ઉપર અઢી અઢી લાખના ઇનામ જાહેર કરાયા access_time 11:34 am IST

  • ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને હોસ્પિટલમાં દાખલ કરાયા : મંત્રી બાવળીયાને ડેન્ગ્યુની અસર : બાવળીયાને ગઈરાતથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે. access_time 3:42 pm IST

  • ગોવામાં માદક પ્રદાર્થ સાથે ત્રણ નાઈઝિરિયનની ધરપકડ : ઉતરી ગોવાના કલાંગુતેના જાણીતા દરિયા કિનારે ત્રણ નાઈઝિરિયન નાગરિકો ફર્નિનાન્ડ ઓકોનકોવો (ઉ,વ, 47 ) માઈકલ ઓકફો ( ઉ,વ, 38 ) અને ઓગેચુકવું પ્રિસિયસ અનુતનવાં ( ઉ,વ, 29 ) ને ગોવા પોલીસે પ્રતિબંધિત કોકીન રાખવા બદલ ધરપકડ કરી access_time 12:48 am IST