Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

યુ.એસ.ની નેશનલ એકેડેમી ફોર પબ્લીક એડમિનીસ્ટ્રેશનમાં ૨ ઇન્ડિયન અમેરિકનની પસંદગીઃ જાહેર સેવાઓ માટે પસંદ કરાયેલ ૫૧ ફેલોમાં શ્રી રામૈયા ક્રિશ્નન તથા સુશ્રી સોનલ શાહને સ્થાન

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની નેશનલ એકેડેમી ફોર પબ્લીક એડમિનીસ્ટ્રેશનમાં ૨૦૧૯ની સાલ માટે પસંદ કરાયેલ ૫૧ ફેલોમાં ર ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું છે. જેમાં શ્રી રામૈયા ક્રિશ્નન તથા સુશ્રી સોનલ શાહનો સમાવેશ થાય છે.

જાહેર સેવાઓ માટે ફેલો તરીકે પસંદગી પામેલ બંને ઇન્ડિયન અમેરિકન પૈકી શ્રી ક્રિશ્નન હેન્ઝ કોલેજ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ પબ્લીક પોલીસીના ડીન છે. તથા કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. જયારે સુશ્રી શાહ જયોર્જ ટાઉન યુનિવર્સિટીના બિક સેન્ટર ફોર સોશીઅલ ઇમ્પેકટ એન્ડ ઇનોવેશન ડીપાર્ટમેન્ટના એકઝીકયુટીવ ડીરેકટર છે.

(7:21 pm IST)