Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિદેશોમાં વસતા વલ્લભ વિદ્યાનગરના પૂર્વ સ્ટુડન્ટ્સના ઉપક્રમે ન્યૂજર્સીમાં મેગા રિયુનિયન ઈવેન્ટ : યુ.એસ.એ.સ્થિત નોટ ફોર પ્રોફિટ ગ્રુપ VVNA દ્વારા 24 સપ્ટેમ્બર, 2022ના રોજ ફંડ રાઇઝિંગ અને પુનઃમિલન કાર્યક્રમનું આયોજન : લાઈવ બોલિવૂડ બેન્ડ, ફેશન શો, ડિનર ,ડાન્સ, અને મનોરંજનની મહેફિલ સાથે ઉપસ્થિતો યુવાનીના દિવસોની સ્મૃતિઓ વાગોળશે : ઇવેન્ટમાંથી થનારી આવક ગરીબ પરિવારોના 20 બાળકોની હાર્ટ સર્જરી માટે કરમસદ હોસ્પિટલ ખાતે ઉપયોગમાં લેવાશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : વિદેશોમાં વસતા વલ્લભ વિદ્યાનગરના પૂર્વ સ્ટુડન્ટ્સના ઉપક્રમે અમેરિકાના રોયલ આલ્બર્ટ પેલેસ ફોર્ડ ન્યુજર્સી ખાતે 24 સપ્ટેમ્બર, 2022ના રોજ મેગા રિયુનિયન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.યુ.એસ.એ.સ્થિત નોટ ફોર પ્રોફિટ ગ્રુપ VVNA (www.vvna.info) દ્વારા ફંડ રાઇઝિંગ અને પુનઃમિલનના કાર્યક્રમમાં અમેરિકા ,કેનેડા ,યુ.કે.સહિતના દેશોમાં સ્થાયી થયેલા પૂર્વ સ્ટુડન્ટ્સ જોડાશે.

આ ગ્રુપના સભ્યોએ જીવનમાં બદલાવ લાવતી ઘણી તકોનો અનુભવ કર્યો છે
એક ખાસ સાંજે, આપણે ફરી એકવાર મળીશું અને આપણા યુવાનીના દિવસોની સ્મૃતિઓ વાગોળશું .તેવું વલ્લભ વિદ્યાનગર એબ્રોડ યુએસએના ચેરમેન શ્રી વિજય ઠાકરએ જણાવ્યું હતું. શ્રી હિતેશ પટેલ (પ્રમુખ વીવીએનએ યુએસએ) અને શ્રી પિયુષ પટેલ (ઉપપ્રમુખ)એ જણાવ્યું હતું કે શનિવાર, સપ્ટેમ્બર 24, 2022ના રોજ લાઈવ બોલિવૂડ બેન્ડ, ફેશન શો, ગોરમેટ ડિનર દર્શાવતી આ ઇવેન્ટ સાંજે 5:30 વાગ્યાથી સેટ કરેલ છે. જે રાત્રીના 12:00 વાગ્યા સુધી ચાલશે  જ્યાં ડિનર ,ડાન્સ ,અને મનોરંજનની મહેફિલ જામશે. જેમાં મોટી સંખ્યા થવાની અપેક્ષા છે. વિજય રાવ (સેક્રેટરી વીવીએનએ યુએસએ) અનુસાર સમગ્ર વિશ્વમાંથી વલ્લભ વિદ્યાનગરના પૂર્વ સ્ટુડન્ટ્સ ઉમટી પડશે.

આ ઇવેન્ટની ટિકિટ ગ્રુપની વેબસાઇટ www.vvna.info પર ઉપલબ્ધ છે.
આ ઇવેન્ટમાંથી થનારી આવક ગરીબ પરિવારોના 20 બાળકોની હાર્ટ સર્જરી માટે કરમસદ હોસ્પિટલ ખાતે ઉપયોગમાં લેવાશે.

VVN Abroad USA
Tax ID: 83-1354165
1549 Finnegan Lane
North Brunswick, NJ 08902
Email: info@vvna.org
www.vvna.info છે.તેવું ડો.તુષાર પટેલની યાદી જણાવે છે

(9:54 am IST)