Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરવાનો સિલસિલો હજુ પણ ચાલુ : પંજાબ પ્રાંતમાંથી 22 વર્ષીય શીખ યુવતીનું અપહરણ : જબરદસ્તી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી શાદી કરાવી લીધાની યુવતીના પિતાની ફરિયાદ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે.તાજેતરમાં પંજાબ પ્રાંતમાંથી 22 વર્ષીય શીખ યુવતીનું અપહરણ કરાયું છે.તથા તેને જબરદસ્તી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ પંજાબના હસન અબ્દલ શહેર કે જ્યાં શીખોનું પવિત્ર તીર્થધામ ગુરુદ્વારા પંજાસાહેબ  આવેલું છે ત્યાં રહેતા પરિવારની યુવતી કચરો બહાર ફેંકવા ઘરની બહાર ગયા પછી પછી નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.તેથી તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પરંતુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે યુવતીએ ભાગી જતા પહેલા તેના પરિવારને વ્હોટ્સ એપ મેસેજથી જાણ કરી જણાવ્યું હતું કે તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી શાદી કરી રહી છે.
પોલીસ તંત્ર દ્વારા યુવતીને કોર્ટમાં રજુ કરવા માટે તલાશ ચાલુ કરી દેવાઈ છે.દરમિયાન યુવતીના પિતાએ ધાર્મિક બાબતોના મંત્રી નુરુલ હક કાદરી સમક્ષ પણ ફરિયાદ કરી છે.ઘટનાને ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પણ સમર્થન આપ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:24 pm IST)