Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને UNના ગુડવીલ એમ્બેસેડર પદ પરથી હટાવી દેવાની પાકિસ્તાનની માંગઃ પ્રિયંકાએ જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કરવાના ભારત સરકારના પગલાને સમર્થન આપતા નારાજ

ઇસ્લામાબાદઃ યુનાઇટેડ નેશન્શના ગુડવીલ એમ્બેસેડર બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને તેના સ્થાન ઉપરથી હટાવી દેવાની માંગણી પાકિસ્તાન સરકારે કરી  છે.

જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ નાબુદ કરવાના ભારત સરકારના પગલાને સમર્થન આપવા બદલ ભુરાયા થયેલા પાકિસ્તાને પ્રિયંકા ચોપડાના આ મંતવ્યથી ખફા થઇ યુનાઇટેડ નેશન્શ સમક્ષ ઉપરોકત માંગણી કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:36 pm IST)