Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

પાકિસ્તાનથી પરત આવેલી ભારતની મૂક બધિર યુવતી ગીતા ઇન્દોર ખાતેના છાત્રાલયમાં : 7 વર્ષની ઉંમરે લાહોર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવી હતી : ભારત ખાતેના યુવતીના માતા-પિતાની શોધખોળ ચાલુ

ઇન્દોર : પાકિસ્તાનથી પરત આવેલી ભારતની મૂક બધિર યુવતી ગીતાને ઇન્દોર ખાતેના એન.જી.ઓ.છાત્રાલયમાં રાખવામાં આવી છે. આ યુવતી કે જે હાલમાં અંદાજે 27 વર્ષની છે તે માત્ર 7 વર્ષની ઉંમરે બાળપણમાં ભૂલથી  સમજૌતા એક્સપ્રેસમાં પાકિસ્તાન જતી રહેલી જ્યાં તેને કરાચી ખાતેના આશ્રય સ્થાનમાં રાખવામાં આવી હતી.જેને આજથી પાંચ વર્ષ પહેલા તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની મદદથી ભારત પરત લાવી શકાઈ હતી
         યુવતીના માતા-પિતાની શોધખોળ ચાલુ છે. જોકે અત્યાર સુધીમાં દેશના જુદા જુદા ભાગોમાંથી 10 ઉપરાંત પરિવારો તેને પોતાની ખોવાયેલી પુત્રી બતાવી ચુક્યા છે. પરંતુ તે સરકારની કસોટીમાં પાર ઉતાર્યા નથી.
         યુવતીને  લાયક એક મૂક બધિર યુવક લગ્ન કરવા તૈયાર છે પરંતુ યુવતીની ઈચ્છા હાલની તકે લગ્ન કરવાની નથી . માતા-પિતાની ભાળ મળી જાય ત્યારપછી લગ્ન કરવાનું તે વિચારશે તેમ જણાવ્યું હોવાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:13 pm IST)