Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

' અમેરિકા પ્રેસિડન્ટ ચૂંટણી ' : ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા જો બાઇડને મુસ્લિમોની મદદ માંગી : હું સત્તા ઉપર આવીશ તો તમારા અવાજને વાચા આપીશ : ટ્રમ્પએ અમુક દેશોના મુસ્લિમોના પ્રવેશ ઉપર મુકેલો પ્રતિબંધ દૂર કરીશ

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બીડને મુસ્લિમોની મદદ માંગી છે.

ઓનલાઇન યોજાયેલા શિખર સંમેલનમાં તેમણે મુસ્લિમોની મદદ માંગી હતી અને જણાવ્યું હતું કે હું તમારા પ્રશ્નોને વાચા આપીશ.તેમજ ટ્રમ્પએ અમુક દેશોના મુસ્લિમોના પ્રવેશ ઉપર મુકેલો પ્રતિબંધ દૂર કરીશ.

તમારા અવાજને શાસનમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી જે હું અપાવીશ તેવું તેમણે ઉમેર્યું હતું.

(12:20 pm IST)