Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

' અમારી આંતરિક બાબતોમાં દખલ દેવાનું બંધ કરો ' : અમેરિકા, યુ.કે. અને ન્યુઝીલેન્ડ ખાતેના ચાઈનીઝ રાજદૂતની ધમકી : કોરોના સંકટ અને હોંગકોંગ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન મુદ્દે ખરડાયેલી ચીનની છબી સુધારવાને બદલે વધુ બગાડવાની કોશિષ

હોંગકોંગ :  અમેરિકા ,યુ.કે. અને ન્યુઝીલેન્ડ ખાતેના ચાઈનીઝ રાજદૂતોએ ત્રણે દેશોને સ્પષ્ટપણે ધમકીના સ્વરમાં જણાવી દીધું છે કે અમારી આંતરિક બાબતોમાં દખલ દેવાનું બંધ કરો.

ઉલ્લખનીય છે કે સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણી રહ્યું છે.તેમજ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અમલી બનાવ્યું છે.જેનો અમેરિકા ,યુ.કે.તેમજ ન્યૂઝીલેન્ડે વિરોધ નોંધાયો છે.જેને અનુલક્ષીને આ ત્રણે દેશોના રાજદૂતે પોતાના દેશની ખરડાયેલી છબી સુધારવાને બદલે વધુ ખરાબ કરવાની કોશિષ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)