Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

''Howdy Modi'': ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન હયુસ્ટનમાં યોજાનારી ઇન્ડિયન અમેરિકન સમીટઃ નોનપ્રોફિટ ટેકસાસ ઇન્ડિયા ફોરમના ઉપક્રમે ૨૨ સપ્ટેં.ના રોજ થનારા આયોજનમાં હજારો ભારતીયો ઉમટી પડવાની ધારણાં

ટેકસાસઃ સતત બીજી ટર્મમાં ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા પછી શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૨ સપ્ટેં ૨૦૧૯ના રોજ પ્રથમ વખત અમેરિકાના પ્રવાસે જવાના છે તેમના અધ્યક્ષપદે નોનપ્રોફિટ ટેકસાસ ઇન્ડિયા ફોરમના ઉપક્રમે હયુસ્ટનમાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી સમિટનું આયોજન થઇ રહ્યુ હોવાનું જાણવા મળે છે. જેમાં ૧૦ હજાર ઉપરાંત લોકો ઉમટી પડવાની સંભાવના છે.

''Howdy Modi'' નામથી યોજાનારી આ સમીટમાં તમામને વિનામૂલ્યે પ્રવેશ અપાશે જે માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. વિશેષ વિગત www.howdymodi.org દ્વારા જાણી શકાશે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)