Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

''ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામ'': યુ.એસ.માં સાઉથ એશિઅન યુવા સમુહને રાજકારણ તથા જાહેર ક્ષેત્રોમાં નેતૃત્વ માટે પ્રોત્સાહિત કરતો પ્રોગ્રામઃ ૪થા વાર્ષિક સમર ફેલોશીપ પ્રોગ્રામ માટે ૮ ઇન્ડિયન/સાઉથ એશિઅન યુવક-યુવતિઓની પસંદગી

ન્યુજર્સીઃ યુ.એસ.માં સાઉથ એશિઅન યુવા સમુહને રાજકારણ તથા નેતૃત્વ તથા પબ્લીક ઓફિસ કામગીરી ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કાર્યરત ''ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામ'' દ્વારા ચોથા વાર્ષિક સમર ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત ૮ યુવા ઇન્ડિયન/સાઉથ અઅમેરિકનની પસંદગી કરાઇ છે.

આ ૮ યુવા સમુહમાં યજુર શ્રીરામન, આશાના માખીજા, સિન દેવસહાયમ, ટુલીપ સેનગુપ્તા, શીઆ અમિન, ઓજસ ટિનસી, એશા પિઅર તથા મોહા ત્રિવેદીનો સમાવેશ થાય છે. જેઓ જર્સી ટ્રેઝરી ડીપાર્ટમેન્ટ, કોંગ્રેસમેન ઓફિસ, સ્ટેટ સેનેટર ઓફિસ,  એસેમ્બલીમેન ઓફિસ સહિતના ક્ષેત્રે ટ્રેનીંગ મેળવશે.

(9:02 pm IST)