Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમેરિકાના શ્રી દત્ત સાંઇ મંદિર, સાન રામોન કેલિફોર્નિયામાં ર૭ જુલાઇ શુラક્રવારે ‘‘ ગુરૂ પૂર્ણિમા'' ઉત્‍સવ ઉજવાશેઃ બાબા સતચરિત્ર પારાયણ, ગણપતિ તથા શિવપૂજા, અભિષેક, આરતી, હોમ, રથયાત્રા, તથા મહાપ્રસાદ સહિતના આયોજનોઃ ર૮ જુલાઇના રોજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો

કેલિફોર્નિયાઃ અમેરિકામાં શ્રી દત્ત સાંઇ મંદિર સાન રામોન, કેલિફોર્નિયા મુકામે ર૭ જુલાઇ ર૦૧૮ શુક્રવારના રોજ ‘‘ ગુરૂ પુર્ણિમા''  ઉજવાશે.

સવારે સાત વાગ્‍યાથી રાત્રિના દસ વાગ્‍યા વાગ્‍યા દરમિયાન ઉજવાનારા ઉત્‍સવ અંતગર્ત સવારે સાતથી સાંજના સાત દરમિયાન બાબા સતચરિત્ર પારાયણનું  આયોજન કરાયું છે. ગણપતિ પૂજા, શિવ પુજા, બાબા તથા કળશ અભિષેક સવારે ૧૧.૩૦ કલાકે શરૂ થશે.

બપોરે ૧ર.૩૦ કલાકે મધ્‍યાન્‍હ આરતી થશે. દત્ત સાંઇ રૂદ્ર હોમનો સમય સાંજે  પાંચ વાગ્‍યાનો રાખવામાં આવ્‍યો છે. સાંજે ૬.૩૦ કલાકે ધૂપ આરતી થશે. બાબા રથયાત્રા સાંજે ૭.૧પ કલાકે નીકળશે.  બાદમાં રાત્રે ૮.૧પ કલાકથી ૧૦ વાગ્‍યા દરમિયાન ભજન બાદ રોજ આરતી થશે. મહાપ્રસાદ આખો દિવસ ચાલુ રહેશે.

ર૮ જુલાઇના રોજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ દરમિયાન સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:29 pm IST)
  • આણંદમાં અચાનક વાતાવરણમાં પલટો:ધોધમાર વરસાદ ખાબક્યો:અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:આણંદ જીલ્લાના વિસ્તારોમાં પણ મેઘમહેર access_time 1:10 am IST

  • અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ બપોર પછી ચાલુ access_time 6:01 pm IST

  • ગુજરાત કોંગ્રેસના મહામંત્રી શ્રી હિમાંશુ વ્યાસને રાષ્ટ્રીય કોંગ્રેસમાં મંત્રીપદે નિયુકત કરતા રાહુલ ગાંધી access_time 6:02 pm IST