Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)'': વિદેશોમાં વસતા ભારતીયોને એક છત્ર હેઠળ સંગઠિત કરી તેમના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત નોનપ્રોફિટ સંગઠનઃ ૨૦૧૯ની સાલ માટે માટે જુદા જુદા દેશોના કાઉન્‍સીલ ચેર તથા કો-ચેરપર્સન તરીકે નિમણુંક આપતા એકઝી વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી ઇશ્વર રામલચમેન

વોશીંગ્‍ટનઃ વિદેશોમાં વસતા ભારતીયોને એક છત્ર હેઠળ સંગઠિત કરી તેમના પ્રશ્નો હલ કરવા માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)''ના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્‍ટ તથા ઇન્‍ચાર્જ કાઉન્‍સીલ્‍સ શ્રી ઇશ્વર  રામલચમેન ઝુલુએ ડીસેં.૨૦૧૯ની સાલના પૂરા થતા વર્ષ માટે કાઉન્‍સીલ ચેર્સ તથા કો-ચેર્સના નામોની ઘોષણાં કરી છે. જે મુજબ ભારત ખાતેના એકેડમિક કાઉન્‍સીલ ચેરપર્સન તરીકે ડો.નિરમ ગુપ્તા, હોલેન્‍ડ ખાતેના કલ્‍ચરલ કાઉન્‍સીલ ચેરપર્સન તરીકે રાજેન્‍દ્ર તિવારી, તથા ઓસ્‍ટ્રેલિયા ખાતેના કો-ચેરપર્સન તરીકે ડો.વિનોદ ડેનિઅલની નિમણુંક કરી છે.

GOPIO હેલ્‍થ એન્‍ડ વેલનેસ કાઉન્‍સીલમાં USA ખાતેના ચેરપર્સન તરીકે ડો.તુષાર પટેલ, બહેરીન ખાતેના કો-ચેરપર્સન તરીકે ડો.સાંઇ ગીરધર, ફ્રાન્‍સ ખાતેના કો.ચેરપર્સન તરીકે ડો.પ્રદીપકુમાર સેવોકે, USA ખાતેના કો-ચેરપર્સન તરીકે અપર્ણા હાન્‍ડે, તથા રાની કુસ્‍ટોની નિમણુંક કરી છે.

હયુમન રાઇટસ કાઉન્‍સીલમાં ઓસ્‍ટ્રેલિયા ખાતેના ચેરપર્સન તરીકે ઉમેશચંદ્ર તથા સાઉથ આફ્રિકા ખાતેના કો-ચેરપર્સન તરીકે મિચેલ મિચેલની નિમણુંક કરી છે.

મેડીકલ કાઉન્‍સીલમાં USA ખાતેના ચેરપર્સન તરીકે ન મીકુમાર માર્લન, સાુથ આફ્રિકા ખાતેના કો-ચેરપર્સન તરીકે માર્લન પડાયાચી, USA ખાતેના કો-ચેરપર્સન તરીકે મિની ગુલેરીઆ, તથા રિયુનિયન આઇલેન્‍ડ કો-ચેરપર્સન તરીકે જીન રામાસાણી, તથા ઓસ્‍ટ્રેલિયા ખાતેના કો-ચેરપર્સન તરીકે બલવિન્‍દર રૂબીની નિમણુંક કરી છે.

સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી કાઉન્‍સીલમાં ઓસ્‍ટ્રેલિયા ખાતેના ચેરપર્સન તરીકે ડો.પ્રસાદ યાર્ભાગડા તથા USA ખાતેના કો-ચેરપર્સન તરીકે સુરેશ રેડ્ડીની નિમણુંક કરી છે.

સિનીઅર્સ કાઉન્‍સીલમાં USA ખાતેના ચેરપર્સન તરીકે સુધા આચાર્ય, ત્રિનિદાદ અને ટોબેગો ખાતેના ચેરપર્સન ડો.ઇંદ્રાણી રામપ્રસાદ, તથા ન્‍યુઝીલેન્‍ડ ખાતેના ચેરપર્સની તરીકે સુમન કપૂરની નિમણુંક કરી છે.

વીમેન્‍સ કાઉન્‍સીલમાં કેનેડા ખાતેના ચેરપર્સન તરીકે મોલી બેનરજી, તથા મોરેશિઅશ ખાતેના કો.ચેરપર્સન તરીકે ક્રિતિલત્તા રામની નિમણુંક કરી છે.

યુથ કાઉન્‍સીલમાં પેરીસ ખાતેના ચેરપર્સન તરીકે નિશા ધિંગરા, સાઉથ આફ્રિકા ખાતેના કો-ચેરપર્સન તરીકે શ્વેથા સુરેદિન, USA ખાતે કો-ચેરપર્સન તરીકે હેમેલ ધવલીકર, તથા ફ્રાન્‍સ ખાતેના કો-ચેરપર્સન તરીકે લેના ડુલ્લીની નિમણુંક કરી છે.

જુદા જુદા દેશોની વિવિધ કાઉન્‍સીલમાં કો-ચેર તરીકે વધુ નિમણુંકો આપવાનું GOPIO નું આયોજન છે. તેથી રસ ધરાવતા લોકોને GOPIO પ્રેસિડન્‍ટ સન્‍ની કૂલાથકલનો kulathakal44@gmail.com દ્વારા સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. તેમજ કાઉન્‍સીલ ચેરપર્સન, કો-ચેરપર્સન અથવા વોલન્‍ટીઅર્સ તરીકે કામગીરી બજાવવા ઇચ્‍છુકોને  GOPIO ઇન્‍ટરનેશનલ એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી ઇશ્વર રામલચમેનનો ramlatchmanishwar@gmail.com દ્વારા સંપર્ક સાધવા શ્રી ઇન્‍દરસિંઘ દ્વારા GOPIO ન્‍યુઝ માધ્‍યમ થકી જણાવાયું છે.

(11:11 pm IST)