Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

''પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ'' : અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા દિવ્ય ધામ મંદિર ખાતે ઉજવાય ગયેલો ત્રિદિવસિય મહોત્સવઃ મહામંડલેશ્વર પૂ. સત્યાનંદજી સ્વામી કોમ્યુનીટી અગ્રણી શ્રી દિલીપ ચૌહાણ, સહિત હજારો ભાવિકોની ઉપસ્થિતિ

ન્યુયોર્કઃ યુ.એસ.માં દિવ્ય ધામ ટેમ્પલ, વુડસાઇડ, ન્યુયોર્ક મુકામે ૧૩ થી ૧પ જૂન ર૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ ગયો. જેમાં પ.પૂ. મહામંડલેશ્વર સ્વામી ૧૦૦૮ સત્યાનંદજી સ્વામીજી, નાસ્સાઉ કાઉન્ટી પૂર્વ ડેપ્યુટી કન્ટ્રોલર શ્રી દિલીપ ચૌહાણ, પંડિત શ્રી જયેશભાઇ ભટ્ટ, પૂ. સ્વામી જયરામ ગુરૂજી, શ્રી મોહિતકુમાર, તથા શ્રી સંદિપ સેહગલ સહિતના મહાનુભાવો સહિત હજારો ભાવિકો ઉમંગભેર જોડાયા હતા. મહામંડલેશ્વર પૂ. સત્યાનંદજી સ્વામીજીએ સહુને આશિર્વાદ આપ્યા હતા. તથા સત્સંગને જીવનનું મહત્વનુ પરિબળ ગણાવી સત્કર્મો કરવાની પ્રેરણા આપી હતી. તેમણે શ્રી દિલીપ ચૌહાણનું સાલ તથા પૂષ્પગૂચ્છથી સન્માન કર્યુ હતુ.

શ્રી દિલીપ ચૌહાણએ આવા પવિત્ર આયોજન બદલ શ્રી મોહિતકુમાર તથા તેમના પરિવારને બિરદાવ્યો હતો. તથા શ્રી વૈષ્નવ સેવા સમિતિના શ્રી સંદીપ સહેગલના તજજ્ઞોની સહાયતા કરી હતી. તથા સહુને નિત્ય મંદિરે જવા અનુરોધ કર્યો હતો.  તથા પૂજય સત્યાનંદજી સ્વામીના પ્રચારને બિરદાવ્યો હતો.

આ તકે શ્રી જોનાથન રોબર્ટ નેલ્સન, સુશ્રી અંજના નાગપાલ સહિતનાઓનું  સન્માન કરાયું હતુ.  તેવું શ્રી ન્યૂયોર્કના અહેવાલ દ્વારા જાણવા મળે છે. વિશેષ માહિતી મંદિરના કોન્ટેક નં. 718-457-1008  દ્વારા જાણવા મળી શકશે.

(10:45 pm IST)
  • આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુને મોટો ઝટકો : ટીડીપીના ટી.જી. વેંકટેશ, વાય.એસ. ચૌધરી, સી.એમ. રમેશ સહિત ૪ ધારાસભ્ય ભાજપમાં જોડાયા access_time 6:20 pm IST

  • મોદી બન્યા વિશ્વના સૌથી શકિતશાળી નેતા : બ્રિટીશ હેરલ્ડ અખબારના વાંચકોએ એક ''પોલ''માં નરેન્દ્રભાઇની કરી પસંદગી : પ્રથમ નંબરે નરેન્દ્રભાઇને ૩૦.૯ ટકા મત મળ્યાઃ બીજા નંબરે રશિયાના વ્લાદિમીર પુતિનને ૨૯.૯ ટકા મત મળ્યાઃ નરેન્દ્રભાઇએ પુતિન-ટ્રમ્પને પણ પાછળ રાખી દીધા access_time 1:13 pm IST

  • સુરક્ષાદળોને મોટી સફળતા :આસામ રાઈફલ્સ પર હુમલાનો ગુન્હેગાર નાગા આતંકી ઝડપાયો : મેજર જનરલ યાંગહાંગ ઉર્ફે મોપાને નાગાલેન્ડમાં એબોઈ મૌન રોડ પરથી ઝડપી લેવાયો :મેજર જનરલ મોપા નેશનલ સોશ્યલીસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ ગ્રુપનો સૌથી જૂનો આતંકવાદી છે આ ગ્રુપ નગાલેન્ડમાં પોતાની ગતિવિધિને અંજામ આપે છે access_time 1:20 am IST