Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

AAPI ના ઉપક્રમે ભારતના હૈદરાબાદમાં યોજાશે 13 મી વાર્ષિક " ગ્લોબલ હેલ્થકેર સમિટ " : 19 થી 21 જુલાઈ 2019 દરમિયાન યોજાનારી સમિટ દરમિયાન તેલંગણા સ્ટેટના મેડિકલ સ્ટુડન્ટ્સ માટે કવિઝનું આયોજન : સ્ટુડન્ટ્સને વિશ્વ સ્તરીય સંશોધનોથી વાકેફગાર કરવાનો હેતુ

શિકાગો : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન (AAPI) ના ઉપક્રમે આગામી 19 થી 21 જુલાઈ 2019 દરમિયાન ભારતના હૈદરાબાદમાં 13 મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટ યોજાશે જેમાં સૌપ્રથમવાર તેલંગણા સ્ટેટના  મેડિકલ સ્ટુડન્ટ્સ માટે કવિઝ યોજવાનું આયોજન કરાયું છે.તેવું AAPI ના પ્રેસિડન્ટ ઈલેકટેડ ડો.સુરેશ રેડ્ડીએ જણાવ્યું હતું

આ ગ્લોબલ હેલ્થકેર સમિટમાં તેલંગણા સ્ટેટના મેડિકલ  સ્ટુડન્ટ્સ માટે કવિઝ યોજવાનું આયોજન કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે આ સ્ટુડન્ટ્સને  વિશ્વ સ્તરીય મેડિકલ સંશોધનોથી વાકેફગાર હેતુ છે.તેમજ તેઓને વિશ્વસ્તરીય તબીબો સાથે ચર્ચા વિચારણા અને પ્રશ્નોત્તરી માટે તક આપવાનો છે.સમિટ દરમિયાન સેમી ફાઇનલ તથા ફાઇનલ સ્પર્ધા યોજાશે તથા વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામો અપાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)
  • ગુજરાતમાં આવી રહી છે નવી ફાયર પોલીસી : સુરત અગ્નિકાંડના પગલે હવે મિલ્કતના માલીકોની જવાબદારી પણ નકકી થશે : બિલ્ડર્સ-ડેવલપર્સની જવાબદારીઓ પણ ફીક્ષ થશે access_time 1:12 pm IST

  • બનાસકાંઠામાં હાહાકાર...એક સાથે ૪ હત્યાઃ કુડા ગામે ૨૧ લાખ રૂપિયાના વિવાદમાં ચાર જીવ લેવાયા access_time 11:35 am IST

  • આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુને મોટો ઝટકો : ટીડીપીના ટી.જી. વેંકટેશ, વાય.એસ. ચૌધરી, સી.એમ. રમેશ સહિત ૪ ધારાસભ્ય ભાજપમાં જોડાયા access_time 6:20 pm IST