Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

લંડનમાં શ્રી મોદીજીની જીતનો જશ્‍નઃ દેશભક્‍તિ સભર ગીતો તથા ભોજન સમારંભ સાથે કરાયેલી રંગે ચંગે ઉજવણી

લંડનઃ ભારતમાં યોજાયેલ લોકસભાની ચુંટણીના પરિણામો ૨૩,મે ૨૦૧૯ના આવી ગયા, જેમાં શ્રી નરેન્‍દ્ર દામોદરદાસ મોદીના નેતૃત્‍વ હેઠળ ભાજપ અને સાથી પક્ષો NDAએને અભુતપૂર્વ/ભવ્‍ય વિજય પ્રાપ્ત થયો.

નોર્થમ્‍પટનશાયરના વેલીંગબરોમાં મોદી સરકારની આ ભવ્‍ય સફળતાને લઇને એક શાનદાર ઉત્‍સવનું આયોજન, લંડનના નોર્થમપટનશાયર વિસ્‍તારના વેલીંગબરો ટાઉનમાં કરવામાં આવેલ હતું. અને પરિણામના દિવસે સાંજે આ જીતનું જસ્‍ન મનાવવા મોદી તેમજ ભાજપના સમર્થકો એકઠા થયા હતા અને દેશભક્‍તિના ગીતો સાથે ભોજન સમારોહનું આયોજન કરી ખુશી મનાવવામાં આવી હતી.

આ સમગ્ર આયોજનની વ્‍યવસ્‍થા શ્રી મહેન્‍દ્રભાઇ પટેલ, શ્રી બી આર. પટેલ તેમજ જગદીશભાઇ ગણાત્રા, અશોકકુમાર દેશાઇ અને મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ હતી.

(9:40 pm IST)