Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉન વચ્ચે રાતોરાત કરોડપતિ બની ગયો રાજન કુરિયન : દુબઇ ખાતે સ્થાયી થયેલા ભારતીય મૂળના રાજનને 7 કરોડ 60 લાખ રૂપિયાની લોટરી લાગી

દુબઇ : લોકડાઉન વચ્ચે પણ દુબઈમાં સ્થાયી થયેલો ભારતીય મૂળનો રાજન કુરિયન રાતોરાત કરોડપતિ બની ગયો છે.તેને દુબઇ ડ્યુટી ફ્રીની 7 કરોડ 60 લાખ રૂપિયાની લોટરી લાગી છે.
રાજને જણાવ્યું હતું કે આટલી બધી મોટી રકમ મારા નસીબમાં હશે તે હજુ સુધી માન્યામાં આવતું નથી.આ રકમનો ઉપયોગ હું મારા બાળકોના અભ્યાસ માટે તથા મારા ધંધાના વિકાસ માટે કરીશ તેવું તેણે જણાવ્યું હતું
તે છેલ્લા એક વર્ષથી લોટરી ટિકિટો ખરીદતો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)