Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

એકલ વિદ્યાલય ફાઉન્ડેશન USAના ઉપક્રમે હયુસ્ટનમાં ૧ જુન ૨૦૧૯ના રોજ ફંડ રાઇઝીંગ પ્રોગ્રામઃ સારેગમ ફેમ વિશ્વનાથ ગૃપના મનોરંજનનો લહાવો

હ્રયુસ્ટનઃ NGO એકલ વિદ્યાલય ફાઉન્ડેશન USAના ઉપક્રમે આગામી ૧ જુન ૨૦૧૯ના રોજ યુ.એચ.કુલ્લેન ઓડીટોરીઅમ યુનિવર્સિટી ઓફ હયુસ્ટન ખાતે ફંડ રાઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જેમાં સારેગમ ફેમ વિશ્વનાથ બટુંગે તથા તેમની ટીમ મનોરંજનની લહાણી તેમની ટીમ મનોરંજનની લહાણી કરશે. ત્યાર પહેલા સાંજે ૬ વાગ્યે ડીનરનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે એકલ વિદ્યાલય દ્વારા ભારતના છેવાડાના વિસ્તારોની ૮૫ હજાર જેટલી સ્કૂલોના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તથા પગભર કરવા માટે પ્રોત્સાહિત કરાય છે.જે માટે જુદા જુદા વોકેશ્નલ સેન્ટર્સ પણ કાર્યરત કરાયા છે. જેનો લાભ મહિલાઓ પણ લઇ રહી છે.

એકલનો ખાસ લોકપ્રિય થયેલો પ્રોજેકટ ''એકલ ઓન વ્હીલસ મોબાઇલ કોમ્યુટર લેબ છે.જે સ્થળ ઉપર જઇ કોમ્યુટર ટ્રેનીંગ આપવાની સેવા કરે છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:37 pm IST)