Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સેન્‍ટ્રલ અમેરિકાના રાજયો જેમાં એલસાલ્‍વાડોર, ગ્‍વાટેમાલા અને હોન્‍ડુરસનો સમાવેશ થાય છે તેમાં વસવાટ કરનારાઓ પર અપહરણ વ્‍યભીચાર તથા ગુંડાગીરીનો ભય સતત પ્રમાણમાં સતાવી રહ્યો હોવાથી તેઓના ટોળેટોળાં સામુહિક રીતે હિજરત કરીને મેકસીકોન માર્ગે પ્રયાણ કરી અમેરીકાની સરહદે આવી લાગેલ છે અને તેઓ હવે અમેરીકામાં શરણાર્થીઓનો આશ્રય મેળવવા માટે સરહદો ઓળંગી રહ્યા છેઃ અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્ર સામે અનેક પ્રકારના પડકારો આ પ્રશ્ર અંગે ઉભા થયેલા છેઃ મધ્‍યવર્તી ચુંટણી તરફ સૌનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલ જોવા મળે છે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ગેરકાયદેસર રીતે સરહદો ઓળંગીને અમેરીકામાં પ્રવેશ કરનારાઓ સામે લાલ આંખો બતાવી હોવા છતાં  એપ્રીલ માસની ૨૯મી તારીખને રવીવારે સવાલે કેલીફોર્નિય રાજયના સેનસિડ્રો વિસ્‍તારના પોર્ટ ઓફ એન્‍ટ્રી દ્વારા એ ક અંદાજ અનુસાર ૧૫૦ જેટલા સેન્‍ટ્રલ અમેરીકાના શરણાર્થીઓનો કાફલો અમેરીકામાં પ્રવેશ કરી ચુકયો હતો અને તેઓએ અત્રે આશ્રીત તરીકે રહેવાની માંગણી કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી સેન્‍ટ્રલ અમેરીકાના રાજયોમાં વસવાટ કરતી પ્રજા પર ત્‍યાંના અધીકારીઓ અને સરમુખત્‍યારો અત્‍યંત પ્રમાણમાં દમનનો કોરડો વિઝતા હતા અને આવી પરિસ્‍થિતિથી તેઓ વાજ આવી ગયા હોવાથી પોતાના પરિવારના સભ્‍યો સાથે વિશાળ ટોળેટોળામાં હિજરત શરૂ કરી અને મેકસીકો દેશમાંથી પસર થઇને તેઓ જુદા જુદા કાફલાઓમાં અમેરીકાના કેલીફોર્નિયા રાજનયા વિસ્‍તારો તરફ પ્રયાણ શરૂ કર્યુ અને આ રાજયના સેન ચિડ્રો નામના સ્‍થળે અમેરીકામાં પ્રવેશ કરવાના માર્ગે આવ્‍યા હતા અને ત્‍યાં આગળ ગેરકાયદેસર રીતે સામુહિક રીતે સરહદો ઓળંગીને રાજકીય આશ્રયની માંગણી કરી હતી.

સત્તાવાળાઓએ તેઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને અગાઉથી આ અંગની માહિતીઓ પ્રાપ્ત થઇ હતી કે સેન્‍ટ્રલ અમેરીકામાં વસવાટ કરતી પ્રજા ત્‍યાંના રાજયકર્તાઓના અત્‍યાચારોનો ભેગ બનેલ છે અને તેઓ ત્‍યાંથી હિજરત કરીને મેકસીકો રાજયમાં પ્રવેશ મેળવીને ત્‍યાંથી અમેરીકા તરફ આવી રહ્યા છે તેમણે સરહદોની રક્ષા કરવા માટે બોર્ડર પર પેટ્રોલીંગ એજન્‍ટોને જરૂરી મદદ કરી શકાય તથા કોઇ પણ વ્‍યકતી ગેરકાયદેસર રીતે અગે પ્રવેશ ન કરે તે માટે મોટી સંખ્‍યામાં નેશનલ ગાર્ડના માણસોને સરહદો પર જવા માટે હુકમ કર્યો હતો. અને તે આધારે જે તે રાજયોની સરહદો પર તેઓ પહોંચ્‍યા હતા અને બોર્ડર પેટ્રોલ એજન્‍ટોને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તેમાં તેઓને  મદદ કરતા હતા.

આ નેશનલ ગાર્ડના સભ્‍યોને કોઇ પણ વ્‍યક્‍તિઓની ધરપકડ કરવાનો અધીકાર પ્રાપ્ત થતો ન હતો આ કાર્ય ફકત સરહદ પર મુકવામાં આવેલ બોર્ડર પેટ્રોલના એજન્‍ટોજ કરી શકતા હતા પરંતુ આ ગાર્ડના સભ્‍યો કોઇ પણ પ્રકારનો અજુગતો બનાવ ન બને તેની તેઓ સતત પ્રમાણમાં કાળજી લેતા હતા.

આ અંગે હોમલેન્‍ડ સીકયોરીટીના સેક્રેટરી કિર્સ્‍ટન મેલસન તેમજ એટર્ની જનરલ જેફ સેસન્‍સે આ અંગે જાહેરમાં ચેતવણી ઉચ્‍ચારી હતી કે જો કોઇ પણ વ્‍યક્‍તિ અમેરીકામાં આશ્રય મેળવવા માટે ખોટો દાવો કરશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નેલ્‍સને આશ્રીતોને મેકસીકોમાં હાલમાં રહેવા માટે જણાવ્‍યું છે અને ગેરકાયદેસર રીતે અમેરીકામાં પ્રવેશ ન મેળવવા માટે કડક રીતે સુચના આપેલ છે પરંતુ તેનો અનાદર કરીને આશ્રીતો મોટી સંખ્‍યામાં અત્રે દાખલ થયા છે પરંતુ મોટા ભાગના આશ્રીતો હજુ મેકસીકોમાં અડ્ડો જમાવીને બેઠેલા છે. યુએસ કસ્‍ટમ અને બોર્ડર પ્રોટેકસનના અધીકારીઓએ આશ્રીતોના રહેઠાણને ધ્‍યાનમાં લઇને થોડાજ આશ્રીતોને અત્રે રહેવા માટે સ્‍વીકારેલ છે દિન પ્રતિદિન જૂજ સંખ્‍યામાં લોકો આશરો મેળવવા પ્રયાસ કરે છે પરંતુ આ વખતે વિપુલ પ્રમાણમાં રેફયુજીઓ સરહદો પર એકત્રીત થયા હોવાથી અત્‍યંત વિપરિત પરિસ્‍થિતિ પેદા જવા પામેલ છે.

આ હેવાલ તૈયાર થઇ રહ્યો છે તે વેળા અમોને એવા સમાચાર પ્રાપ્ત થયેલ છે કે એક અંદાજ અનુસાર ૧૨૦૦ જેટલા શરણાર્થીઓમાંથી ૧૫૦ની સંખ્‍યા જેટલા શરણાર્થીઓ ગ્‍વાટેમાલામાંથી આવેલા છે અને તેઓએ અત્રે આશ્રય મેળવેલ છે. આ લોકો અપહરણકારો તેમજ વ્‍યભી ચારીઓથી બચવા માટે એક સાથે ટોળામાં રહે છે કે જેથી તેઓ આ લોકોનો સામનો કરી શકે તેમજ સલામતી અનુભવી પણ અનુભવી શકે. આ વર્ષે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઇમીગ્રેશન ખાતાના કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરવાના જે પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં તેઓને સફળતા મળી ન હતી અને હાલમાં આ સમગ્ર પ્રશ્ન એક સળગતો પ્રશ્ન બની જવા પામેલ છે અને તેનો અંત કેવો આવશે તે તો આવનારો સમયજ કહેશે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જયારથી પ્રમુખપદનો હોદ્દો અખત્‍યાર કર્યો ત્‍યાર પછી તેમણે અનેક પ્રકારના અવનવા વહીવટી હૂકમો ઇમીગ્રેશન અંગેના સુધારાઓ માટે બહાર પાડયા પરંતુ રાજયના ગવર્નરો સાથે તેમણે અનેક પ્રકારના ઘર્ષણોમાં ઉતરવું પડેલ છે અને આ વહીવટી હૂકમોને અદાલતમાં પડકારવામાં આવેલ છે અને પ્રમુખના વહીવટી તંત્રના અધિકારીઓને રૂકજાવનો આદેશ પણ આપવામાં આવેલ છે. સરહદ પર દિવાસ બાંધવા માટે પણ તેમણે અનેક પ્રકારના ધમપછાડાઓ કર્યા હતા પરંતુ તે અંગેના જંગી નાણાં કોંગ્રેસ દ્વારા ફાળવી શકાયા નથી આથી તેમને હાલમાં ધોબી પછદાટ ખાવી પડેલ છે. આવા વિષમ પ્રકારની પરિસ્‍થિતિ હોવા છતાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આગામી નવેમ્‍બર માલમાં યોજાનારી મધ્‍યવર્તી ચુંટણીમાં પોતાનો રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારો વિજયની વરમાળા પહેરે તે માટે ચુંટણી પ્રચારના શ્રીગણેશ પણ શરૂ કરેલ છે અને પ્રજાનો આ  સમગ્ર પ્રશ્ન અંગે લોભામણી રજુઆતો કરીને તેઓ અવળે માર્ગે દોરવાનો પ્રયાસ શરૂ કરેલ છે પરંતુ હવે પ્રજા તેમની રજુઆતોમાં ભોળવાઇ જાય  એમ નથી.

સેનેટ અને હાઉસના મેમ્‍બરોની ચુંટણી આવતા નવેમ્‍બર માસ દરમ્‍યાન યોજાનાર છે તેમાં પોતાની પાર્ટીના ઉમેદવારો વિજયી બને તે માટે તેમણે વિજળી વેગે રાજયોનો પ્રવાસ શરૂ કરેલ છે પરંતુ હાલમાં તેઓ ગૃહ આંગણે અસંખ્‍ય ન ગણી શકાય તેવા પ્રશ્નોમાં ગુચવાયેલા જોવા મળે છે અને દિન પ્રતિદિન નવા નવા પ્રશ્નો હવે તેઓની સામે આપો આપ બહાર આવી રહેલ છે તેમાંથી તેઓ કેવી રીતે પાર ઉતરે તે તરફ સૌનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલ છે આ સમગ્ર પ્રશ્નો તેમને તારશે કે ડુબાદશે તે તો આવનારો સમયજ કહેશે.

આગામી નવેમ્‍બર માસમાં યોજાનારી મધ્‍યવર્તી ચુંટણીને હવે ફકત છ મહીનાનો જ સમય છે અને તેના પરિણામ પર સમગ્ર આધાર છે અને સમગ્ર ચિત્ર કેવા પ્રકારનો આકાર લે છે તે અંગે તમામ રાજકીય ઉમેદવારો ચિતિત છે  આ સમય દરમ્‍યાન અનેક પ્રકારના અનવના સમાચારો વળાંક લેશે અને તેની વિગતો અમો અત્રે અમારા વાંચક વર્ગ માટે પ્રગટ કરતા રહીશું તેની સૌ નોંધ લે  એવી આશા.

(12:47 am IST)
  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST

  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST