Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

યુ.એસ.માં એશિઅન અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ શેયરવિલના ઉપક્રમે ‘‘મધર્સ ડે'' ઉજવાયોઃ ઉજવણી અંતર્ગત ગુજરાત તથા ઝિમ્‍બાબ્‍વેના ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોના શિક્ષણ માટે ચેરીટી ફંડ એકત્રિત કરાયું

શેયરવિલઃ યુ.એસ.માં એશિઅન અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ શેયરવિલના ઉપક્રમે ૧૧મે ૨૦૧૮ના રોજ મધર્સ ડેની ઉજવણી કરવાની સાથે ગુજરાત તથા ઝિંબાબ્‍વેના ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોના અભ્‍યાસાર્થે ચેરીટી ફંડ એકત્રિત કરવાના શુભ આશયથી, મેડીકેર ઇન્‍સ્‍યુરન્‍સ એડવાઇઝર શ્રી ગટુભાઇ મિસ્‍ત્રીના સહયોગથી ‘‘ચિનગારી''નો ગીત, ગઝલ તથા ગરબાનો કાર્યક્રમ યોજાઇ ગયો.

એન્‍ટારિઓ (કેનેડા)સ્‍થિત ગાયક શ્રી કિરીટભાઇ મિસ્‍ત્રી ‘‘સુર,સંગીત અને ગઝલ'' ગૃપના નેજા હેઠળ સુગમ સંગીત, નવા અને જુના ફિલ્‍મી ગીતો, ભજન સંધ્‍યા, અને નવરાત્રિ ગરબાના કાર્યક્રમો આપે છે. તેમણે ગીતોનો રસથાળ પીરસ્‍યો હતો. તેમજ જર્સી સીટી સ્‍થિત ગાયક પ્રિતી કુંડલર અને શેયરવિલ નિવાસી જાણીતા ગાયક શ્રી ચિરાગ ત્રિવેદી દ્વારા પણ રજુ કરાયેલા ગીતોને સહુઓ તાળીઓના ગળગળાટથી નવાજી પ્રોત્‍સાહિત કર્યા હતા. છેવટે શ્રી કિરીટભાઇ મિસ્‍ત્રીએ બહેનો માટે ગરબા રમાડી સનેડો રજુ કરતા ‘મધર્સ ડે''ની ઉજવણીનો સહુએ આનંદ માણ્‍યો હતો.

સંસ્‍થામાં છેલ્લા ૧૫ વર્ષથી સેક્રેટરી તરીકે સેવા આપતા શ્રી મંજુલાબેન પટેલને પ્રમુખશ્રી સુભાષ દોશીએ કામગીરની પ્રશંસા રૂપ પ્‍લેક આપી સન્‍માનિત કરી આભાર માન્‍યો હતો. તે સાથે ગાયક શ્રી કિરીટભાઇ મિસ્‍ત્રી, તથા કાર્યક્રમના સહાયક મેડીકેર ઇન્‍સ્‍યુરન્‍સ એડવાઇઝર શ્રી ગટુભાઇ મિસ્‍ત્રીનો સહદય આભાર માન્‍યો હતો.

આ પ્રસંગે આમંત્રિત શ્રી દિપક શાહ શ્રી મુકુંદ ઠાકર, શ્રી રમણ શાહ, શ્રી  પોપટ પટેલ, શ્રી સુભાષ શાહ, ટીવી એશિયાના શ્રી ઠાકોર બલસારા, જસ્‍ટ લાઇટ હોમના શ્રી નિલેશ પટેલ, શ્રી જી.કે.પટેલ, સુશ્રી સુશીલા પટેલ, શ્રી બાબુ પટેલ, શ્રી સુરેશ શહા, શ્રી બિપીન શુકલ, શ્રી કિર્તી શાહ, શ્રી કેશવજી ગડા, શ્રી વિઠલ પટેલ શ્રી આર ડી પટેલ, શ્રી નવિન અમિત, શ્રી અરવિંદ પટેલ, શ્રી ગોવિંદ શાહ, શ્રી પ્રવિણ તંબોલી, તથા અન્‍ય, હાજર સહુનો લાગણીસભર આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

અંતમાં ખુશ્‍બુ રેસ્‍ટોરન્‍ટના મજેદાર ભોજનનો આનંદ માણી સહુ વિદાય થયા હતા. તેવું શ્રી ગોવિંદ શાહ દ્વારા જાણવા મળે છે.

(12:01 am IST)
  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST

  • સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST

  • કર્ણાટકમાં ભાજપ કરશે કમબેક ?:કુમારસ્વામીના શપથ પહેલા જ કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ડખ્ખો :નાયબ મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં પણ અસંતોષ ભભૂક્યો :બન્ને પક્ષના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે જનાધાર મજબૂત થવાની શકયતા ઓછી:ભાજપને વિશ્વાસ છે કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં 'મતભેદો'ને કારણે રાજ્યમાં કમબેક કરી શકે છે: કોંગ્રેસ-જેડીએસ પક્ષના ટોચના નેતાઓ વચ્ચે મતભેદોને કારણે તેમનો જનાધાર મજબૂત નહિ થાય access_time 1:59 pm IST