Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અમેરિકામાં વસતા H-4 વીઝાધારકોનો કામ કરવાનો અધિકાર છીનવી લેવાનું હજુ સુધી નક્કી થયું નથીઃ ‘‘બાય અમેરિકન, હાયર અમેરિકન'' સૂત્ર અમલી બનાવવાની યોજના માટે વીઝા નીતિની સમીક્ષા થઇ રહી છેઃ હોમલેન્‍ડ સિકયુરી પ્રવકતાનો ખુલાસો

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં H-1B વીઝા ધારકોના જીવનસાથી કે જેઓ H-4 વીઝા ધરાવતા હોવાની સાથે કામ કરવાનો અધિકાર ધરાવે છે. તેમનો આ અધિકાર જુન ૨૦૧૮ થી છીનવી લેવા માટે ટ્રમ્‍પ સરકારે ચક્રો ગતિમાન કરતાં ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલના નેતૃત્‍વ હેઠળ ૧૩૦ સાંસદોએ સહી કરી આપેલા પત્ર દ્વારા હોમલેન્‍ડ સિકયુરીટી સમક્ષ વિરોધ નોંધાવાયો છે. તથા પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામા દ્વારા ૨૦૧૫ની સાલથી આપવામાં આવેલા H-4 વીઝાધારકોનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા રજુઆત થઇ છે.

ઉપરોક્‍ત વિરોધના પ્રતિભાવ રૂપે હોમલેન્‍ડ સિકયુરીટીના પ્રવકતાએ જણાવ્‍યા મુજબ ‘‘બાય અમેરિકન, હાયર અમેરિકન'' સૂત્ર અમલી બનાવવા પોલીસી તૈયાર થઇ રહી છે જેની પ્રક્રિયા ચાલુ છે તેને આખરી ઓપ આપવામાં ન આવે ત્‍યાં સુધી H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર છીનવાઇ જવાનું નક્કી ગણી શકાય નહીં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:04 pm IST)