Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ઇંગ્‍લાંડ સ્‍થિત ભારતીય મૂળની મહિલા કેમિસ્‍ટ ૪૬ વર્ષીય જેસિકા પટેલની હત્‍યાઃ નિવાસ સ્‍થાનમાંથી મળી આવેલા મૃતદેહના ફોરેન્‍સિક રિપોર્ટના આધારે પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા તપાસના ચક્રો ગતિમાન

લંડનઃ ઉત્તર ઇંગ્‍લેન્‍ડના મિડલ્‍સ બોરો વિસ્‍તારમાં રહેતી એક ભારતીય મૂળની મહિલા ફાર્માસીસ્‍ટ ૪૬ વર્ષીય જેસિકા પટેલનો મૃતદેહ સોમવારના રોજ તેના નિવાસ સ્‍થાનમાંથી મળી આવ્‍યો છે. તેની હત્‍યા થવાથી પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા ગુરૂવારના મહિલાના મોતનું કારણ હજુ સુધી જાહેર કરાયું નથી. ફોરેન્‍સિક ડીપાર્ટમેન્‍ટ ટીમ તથા નિષ્‍ણાંતો દ્વારા મહિલાની હત્‍યાનું કારણ જાણવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

મૃતક મહિલા તેના પતિ મિતેષ સાથે કેમિસ્‍ટની દુકાન ચલાવતી હતી. બંને માન્‍ચેસ્‍ટર યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા હતા ત્‍યારે પરિચય થયો હતો. મહિલાના મૃત્‍યુ અંગે કોઇને જાણકારી હોય તો પોલીસ ડીપાર્ટમેન્‍ટને જાણ કરવા વિનંતી કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:25 am IST)
  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST

  • ઋષિકેશ-ચારધામ યાત્રામાં 90 નવી બસ સામેલ કરાશે : ચારધામ યાત્રા જોરશોરથી શરુ છે એવામાં પરિવહન વિભાગ પણ પોતાની તરફથી યાત્રાના સફળ સંચાલન માટે ગંભીર છે ચાર ધામ યાત્રામાં આવેલા યાત્રિકોને કોઈ સમસ્યા થાય નહીં એટલા માટે પરિવહન નિગમ બસનો નવો કાફલો જોડવા જઈ રહયું છે access_time 5:43 am IST