Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

દુબઇમાં ૫ વર્ષીય ઇરાની બાળકી સાથે શારિરીક અડપલાઃ ભારતીય મૂળના ૪૬ વર્ષીય પુરૂષ વિરૂધ્‍ધ ફરિયાદ

દુબઇઃ દુબઇમાં પાંચ વર્ષની ઇરાની બાળકીની શારિરીક છેડછાડ કરવાનો આરોપ ભારતીય મૂળના ૪૬ વર્ષીય પુરૂષ ઉપર મુકવામાં આવ્‍યો છે.તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

સ્‍થાનિક સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળતી વિગત મુજબ કોર્ટમાં રજુ કરાયેલા દસ્‍તાવેજોના આધારે જણાવાયું છે કે અલ બરશામાં રહેતા ભારતીય મૂળના ૪૬ વર્ષીય પુરૂષએ પોતાના ઘરની બહાર રમી રહેલી એક પાંચ વર્ષની બાળકીને તેડી લઇ તેના હોઠ ઉપર કિસ કરી છેડછાડ કરી હતી. પાર્કિગમાં અન્‍ય બાળકીઓ સાથે રમી રહેલી આ ઇરાની બાળકી સાથે તેણે બે વખત આવો દુર્વ્‍યવહાર કર્યો હોવાનો આરોપ છે.

બાળકીની માતાને ૮ માર્ચના રોજ આ બાળતની જાણ થતા તેમના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જો કે આરોપીએ અદાલતમાં આવો વહેવાર કર્યાનો ઇન્‍કાર કર્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:51 pm IST)
  • એફ્રોએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ' ના હેવાલ મુજબ 8,230 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનિક દેશ છે. આ યાદીમાં અમેરિકા 62,584 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યાર બાદ 24,803 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીન બીજા ક્રમે અને 19,522 અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાન ત્રીજા ક્રમે છે. access_time 5:52 am IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST

  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST