Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલાસ્‍કા ફેરબેન્‍કના એકઝીકયુટીવ વાઇસ ચાન્‍સેલર તરીકે સુશ્રી અનુપમા પ્રકાશની નિમણુંક

અલાસ્‍કાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ અલાસ્‍કા ફેરબેન્‍કના ઇન્‍ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી અનુપમા પ્રકાશની નિમણુંક આગામી અધિકારી તથા એકઝીકયુટીવ વાઇસ ચાન્‍સેલર તરીકે થઇ છે.

યુનિવર્સિટીના ચાન્‍સેલર ડેનિઅલ વ્‍હાઇટએ ૧૧મે ૨૦૧૮ના રોજ કરેલી ઉપરોક્‍ત ઘોષણા બદલ સુશ્રી અનુપમાએ પોતાને આ હોદા ઉપર સેવા કરવાની તક મળવાથી આનંદ વ્‍યક્‍ય કર્યો હતો. તેમણે યુનિવર્સિટીને એકેડેમિક તેમજ સંશોધન ક્ષેત્રે નવી ઊંચાઇના શિખરો સર કરાવવાની નેમ વ્‍યક્‍ત કરી હતી.

તેઓ ૨૦૦૨ની સાલથી યુનિવર્સિટીમાં જુદા જુદા હોદાઓ સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ અર્થ સાયન્‍સ સાથે ડોકટરેટ ડીગ્રી ધરાવે છે.તથા જીઓલોજી સાથે માસ્‍ટર ડીગ્રી અને જીઓલોજી, ઝુલોજી, તથા બોટની સાથે બેચલર ડીગ્રી ધરાવે છે તેઓ વર્તમાન વાઇસ ચાન્‍સેલર ટુંક સમયમાં નિવૃત થયે હોદો સંભાળશે.

(10:51 pm IST)
  • ગુજરાતમાં ધોરણ-3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ - 5ના 41 ટકા વિદ્યાર્થીઓ 1000થી મોટા આંકડા લખી-વાંચી શકતા નથી. ધોરણ 3,5 અને 8ના 40 ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાના જવાબ આપી શકતા નથી. ધોરણ-3ના 50 ટકા, ધોરણ 5માં 53 ટકા શિક્ષકો ભણ્યા હોય તેનાથી જુદો વિષય ભણાવે છે તેમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. access_time 6:19 am IST

  • કાલાવાડ રોડ પર આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડાઃ ૧૫ ફલેટમાં ધુસણખોરી : શહેરનાં કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાછળ મ્યુનિ.કોર્પોરેશનની આવાસ યોજના કવાર્ટરમાં આવાસ યોજના વિભાગનું ચેકીંગ : ૧૫ કવાર્ટરનો કબ્જો લેવાયો access_time 4:26 pm IST

  • લોકસભામાં ભાજપે પૂર્ણ બહુમતી ગુમાવી : સાથી પક્ષોના ભરોસે સરકારઃ ભાજપની ર૮ર બેઠકો હતી, ર૭૩ રહીઃ કર્ણાટકનું પ્રકરણ ભારે પડયુઃ યેદિયુરપ્પા અને રામુલુએ સંસદ સભ્યપદેથી રાજીનામા આપ્યા હતાઃ જો કે સરકાર પર કોઇ ખતરો નથી access_time 3:08 pm IST