Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ઓસ્ટ્રેલિયાની ઇમીગ્રન્ટસ પોલીસીમાં ફેરફારઃ ઇમીગ્રન્ટસ વીઝામાં ૧૫ ટકાનો કાપ મુકાયોઃ મુખ્ય શહેરોમાં વધી રહેલી ગીચતાને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણયઃ પ્રાઇમ મિનીસ્ટર સ્કોટ મોરીસનની ઘોષણાં

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનીસ્ટર સ્કોટ મોરીસનએ આજ બુધવારે ઇમીગ્રેશન પોલીસીમાં ફેરફાર કરી ૧૫ ટકાનો કાપ મુકયો છે. ન્યુઝીલેન્ડની ૨ મસ્જીદમાં થયેલા આતંકવાદી હુમલાથી માર્યા ગયેલા ૫૦ ઇમીગ્રન્ટસની ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે. જેનો હેતુ શહેરોમાં વધી રહેલી ભીડ તથા ગીચતા ઉપર કાબુ મેળવવાનો છે.

અત્યાર સુધી દર વર્ષે ૧ લાખ ૯૦ હજાર લોકોને વીઝા અપાતા હતા તે સંખ્યા હવે ૧ લાખ ૬૦ હજાર કરી નાખવામાં આવી છે. જે મુજબ ઓસ્ટ્રેલિયામાં આવતા ઇમીગ્રન્ટસને મેલબોર્ન, પર્થ, સિડની અથવા ગોલ્ડ કોસ્ટમાં સ્થાયી થવાની પરવાનગી અપાશે નહીં. તેઓને શરૂઆતના ૩ વર્ષ આ શહેરોની બહારના વિસ્તારોમાં રહેવું પડશે ત્યારપછી જ તેઓ ઉપરોકત શહેરોમાં રહી શકશે.

(8:25 pm IST)