Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દરેક ઇન્‍ડિયન અમેરિકન અચૂક મતદાન કરે તથા તે માટે રજીસ્‍ટ્રેશન કરાવેઃ યુ.એસ.માં ઇલિનોઇસ ૮મા ડીસ્‍ટ્રીકટના ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીએ પ્રાઇમરી ચૂંટણીમાં મતદાન કરવા અનુરોધ કર્યો

ઇલિનોઇસઃ યુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીએ મૈસૂર વુડલેન્‍ડસ, શિકાગો ઇલિનોઇસસ મુકામે પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન કર્યુ હતું. જેમાં વિવિદ મુદાઓની તેમણે છણાંવટ કરી હતી. તથા બૃહદ શિકાગોના પ્રજાજનોને ઇલિનોઇસ પ્રાઇમરી ચૂંટણીમાં મતદાન કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્‍યું હતું કે તમામ ઇન્‍ડિયન અમેરિકન્‍સ તથા બૃહદ શિકાગોના રહેવાસીઓએ મત આપવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લેવું જોઇએ. તો જ તેઓ તેમના પ્રશ્નોને વાચા આપવા માટે મતદાન કરી શકશે. જે માટે તેમના વોલન્‍ટીઅર્સ મદદરૂપ થવા તત્‍પર હોવાનું જણાવ્‍યુ હતુ.

ઇલિનોઇસ ૮મા ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહેલા શ્રી ક્રિશ્નામુર્થી ફંડ રાઇઝીંગ ક્ષેત્રે પણ સફળતા પૂર્વક આગળ વધી રહ્યા છે. ડીસે.૨૦૧૭ના કવાર્ટરમાં તેમણે વધુ ૬,૫૦,૦૦૦ ડોલર ભેગા કરી લીધા હોવાનું જણાવ્‍યુ હતુ. તેવુ શ્રી શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(9:55 pm IST)
  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના હવેથી આધ્યાત્મિકતા અને માનવીય મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવશે. જેથી ભવિષ્યના મેનેજર્સ દબાણ વચ્ચે પણ શાંતિનો અનુભવ લઈ શકે. આઇઆઇએમ-અમદાવાદ ખાતે ભવિષ્યના કોર્પોરેટ લીડર્સને ભગવદ્‌ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. આઇઆઇએમના પ્રોફેસરે જણાવ્યું કે તેનાથી સ્ટ્રેસમાં ઘટાડો થશે. access_time 2:12 am IST

  • આજે ગણિતની પરીક્ષા હતી. બીજા સ્ટુડન્ટનીની જેમ અંધજન સ્કૂલના સ્ટુડન્ટ વિઘ્નેશ પાઠકે પણ ગણીતના દાખલા ઉકેલ્યા હતાં. જો કે વિઘ્નેશ બીજા સ્ટુડન્ટ કરતાં જુદો પડે છે કેમ કે એમણે ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંઘ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને બોર્ડની પરીક્ષા આપી હતી. જેથી આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની છે. access_time 1:49 am IST

  • રશિયાના રાષ્ટ્રપતિ આ ઉંમરે પણ પોતાની ફિટનેસને લઈ ભારે ચર્ચામાં છે. ત્યારે એક લોકલ ટીવી ચેનલ ‘કેપિટલિસ્ટ ટીવી દાવો કર્યો હતો કે, પુતિન પોતાની સમાગમ શક્તિ વધારવા માટે સાઇબેરીયના હરણના શિંગળાના લોહીથી ન્હાય છે. ચેનલે દાવો કર્યો હતો કે,2016માં પુતિન માટે આ હરણોનો લગભગ 70 કિલો શીંગળા કાપવામાં આવ્યા હતા. access_time 2:12 am IST