Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અમદાવાદમાં ૮ માર્ચ ‘‘આંતરરાષ્‍ટ્રિય મહિલા દિન''ની વિશિષ્‍ટ ઉજવણીઃ વુમન વર્લ્‍ડના ઉપક્રમે ઇન્‍ટરનેશનલ એથનિક ફિલ્‍મ ફેસ્‍ટીવલ ૨૦૧૮નું આયોજન કરાયું: મહિલાઓને લગતા પ્રશ્નોને વાચા આપતી ફિલ્‍મો તથા તેમાં કામ કરતી મહિલાઓની કલા અને સંસ્‍કૃતિનું નિદર્શન કરાવાયું: વિવિધ ક્ષેત્રોની હસ્‍તિઓ, મહિલા કલાકારો મહિલા પત્રકારો, તેમજ મહિલા સોશીઅલ વર્કસની ઉપસ્‍થિતિઃ સુશ્રી હેમાબેન મહેતા, સુશ્રી ગાયત્રીબેન જોશી, તથા દિગ્‍દર્શક શ્રી શ્રીનિવાસએ જયુરી મેમ્‍બર્સ તરીકે સેવાઓ આપી

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્‍ટ કામગીરી બજાવી મહિલાઓના સશક્‍તિ કરણના ઉદાહરણ પુરૂ પાડતો દિવસ ૮ માર્ચ આંતર રાષ્‍ટ્રિય મહિલા દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. જેનું ભારતમાં વિશેષ મહત્‍વ જોવા મળે છે.

આ વર્ષે આ દિવસની ઉજવણી અમદાવાદ શહેરએ વિશિષ્‍ટ રીતે કરી બતાવી. જે મુજબ ડાયનેમિક સ્‍ટુડિયો સેન્‍ટર પોઇન્‍ટ પંચવટી સર્કલ ખાતે વુમન વર્લ્‍ડના ઉપક્રમે ઇન્‍ટરનેશનલ એથનિક ફિલ્‍મ ફેસ્‍ટીવલ ૨૦૧૮ ખુલ્લો મુકાયો જેમાં મહિલાઓને લગતા પ્રશ્નોની ફિલ્‍મો તથા તેમાં કામ કરતી મહિલાઓની કલા અને સંસ્‍કૃતિનું નિદર્શન કરાવાયું.

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોની હસ્‍તિઓ, કલાકારો, દિગ્‍દર્શકો, સોશીઅલ વર્કર્સ, તેમજ ગુજરાતી મિડીયામં કામ કરતી અગ્રણી પ્રતિષ્‍ઠિત મહિલાઓએ હાજરી આપી હતી. જેમાં સુપ્રસિધ્‍ધ પ્‍લે રાઇટર તથા દિગ્‍દર્શક સુશ્રી શિલ્‍પા ઠકકર, તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્‍મ ભંવરના લેખક તથા દિગ્‍દર્શક સુશ્રી અદિતિ ઠાકોર, ‘કુછ' ફિલ્‍મની અભિનેત્રી સુશ્રી યોગિતા પટેલ, ગુજરાતી ફિલ્‍મો અને સાહિત્‍ય સાથે સંકળાયેલા સુશ્રી હેપ્‍પી ભાવસાર, અપંગ માનવ મંડળ CEO સુશ્રી બ્રિજીતા ક્રિヘીયન સુશ્રી દીપિકા, મેકઅપ આર્ટીસ્‍ટ સુશ્રી શબનમ, ગુજરાતી ફિલ્‍મ અભિનેત્રી સુશ્રી મનિષા ત્રિવેદી, ખજાના નેટવર્કના સુશ્રી પૃથા તથા વીમેન સોશીઅલ વર્કર સુશ્રી કામિનીબેન, સહિતનાઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

ઉપરાંત આ પ્રસંગે બોલીવુડ સુપ્રસિધ્‍ધ એડિટર તથા ડીરેકટર શ્રી શ્રીનિવાસ પાત્રો, તેમજ શ્રી ભુપેન વાળા, શ્રી ચિરાગભાઇ સહિતનાઓએ ખાસ હાજરી આપી હતી. ગુજરાતી ફિલ્‍મ ડેવલપમેન્‍ટ કોર્પો.ના પૂર્વ ડીરેકટર સુશ્રી હેમા મહેતા, ઇન્‍ટરનેશનલ ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ નિર્માતા યુ.એસ.માં વસતા ગુજરાતી મૂળના સુશ્રી ગાયત્રીબેન જોશી, તથા એવોર્ડ વિનીંગ ફિલ્‍મ ડીરેકટર શ્રી શ્રીનિવાસ પાત્રોએ જયુરી મેમ્‍બર્સ તરીકે સેવાઓ આપી હતી. જે અંતર્ગત ગુજરાતી ફિલ્‍મ ભંવર, મરાઠી ફિલ્‍મ અર્ચીયામાજલિયા વર્ચી ટી કમ્‍બોડીયન ફિલ્‍મએ રિવર એન્‍જીસ કોર્સને ફેસ્‍ટીવલ માટે પસંદ કરાયેલી ૨૦ ફિલ્‍મો પૈકી વિશેષ ફિલ્‍મો તરીકે પસંદ કરાઇ હતી. જેમાં ફિલ્‍મમાં દર્શાવાયેલા મહિલાઓને લગતા પ્રશ્નો તેમજ કલા અને સંસ્‍કૃતિને ધ્‍યાનમાં લેવાયા હતા. મિડીયા ક્ષેત્રોએ આ દિવસની ઉજવણીને વિશેષ કવરેજ આપ્‍યું હતું. તેવું સુશ્રી ગાયત્રીબેનની યાદી જણાવે છે.

(11:23 pm IST)