Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

SSAUSM યુ.કે.ના ઉપક્રમે આગામી ૨૪ માર્ચ શનિવારે ‘‘દિવ્‍ય શાકોત્‍સવ'': ૨૫ માર્ચ રવિવારના રોજ રામનવમી તથા શ્રી સ્‍વામિનારાયણ જયંતિ ઉજવાશેઃ પ.પૂ.નાનાલાલજી મહારાજશ્રી તથા સંતોની ઉપસ્‍થિતિમાં હેરો,લંડન મુકામે ઉજવાનારા બન્‍ને મહોત્‍સવમાં અધ્‍યક્ષ તરીકે પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્યશ્રી અજેન્‍દ્રપ્રસાદજી તથા ઉપાધ્‍યક્ષ તરીકે પ.પૂ.૧૦૮ શ્રી ધર્મકૂળ મુગટમણિ શ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રી બિરાજશે

વડતાલઃ શ્રી સ્‍વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્‍સંગ મંડલ યુ.કે.ના ઉપક્રમે આગામી ૨૪ માર્ચ ૨૦૧૮ શનિવારના રોજ ‘‘દિવ્‍ય શાકોત્‍સવ''નું આયોજન કરાયું છે.

કલેરમોન્‍ટ હાઇસ્‍કૂલ, કલેરમોન્‍ટ એવ હેરો, લંડન મુકામે યોજાનારા આ શાકોત્‍સવનો સમય સાંજે ૫ વાગ્‍યાથી રાત્રિના ૯ વાગ્‍યા સુધીનો રહેશે.

પ.પૂ.અખંડ સૌભાગ્‍યવતી લક્ષ્મી સ્‍વરૂપ શ્રી ગાદીવાલા પ.પૂ. નાનાલાલજી મહારાજશ્રી તથા સંતોની ઉપસ્‍થિતિમાં ઉજવાનારા આ મહોત્‍સવના અધ્‍યક્ષશ્રી તરીકે પ.પૂ. ધ.ધૂ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રી-વડતાલ તથા ઉપાધ્‍યક્ષ તરીકે પ.પૂ.૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રી વડતાલ હાજરી આપશે.

ઉપરાંત ૨૫ માર્ચ રવિવારે રામનવમી તથા સ્‍વામિનારાયણ જયંતિ ઉજવાશે. ઉજવણી અંતર્ગત મહાપૂજાનો સમય સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્‍યા સુધીનો રહેશે. મહિલાઓ માટેની સ્‍પેશ્‍યલ સભા બપોરે ૪ વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા દરમિયાન યોજાશે. તથા રામનવમી અને હરિ જયંતિ સાંજે  ૬ વાગ્‍યાથી રાત્રિના ૧૦ વાગ્‍યા દરમિયાન ઉજવાશે.

કલેરમોન્‍ટ હાઇસ્‍કૂલ, કલેરમોન્‍ટ એવ.હેરો, લંડન મુકામે પ.પૂ. અખંડ સૌભાગ્‍યવતી લક્ષ્મી સ્‍વરૂપ શ્રી ગાદીવાલા પ.પૂ.નાનાલાલજી મહારાજશ્રી તથા સંતોની ઉપસ્‍થિતિમાં ઉજવાનારા આ મહોત્‍સવના અધ્‍યક્ષ તરીકે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ઉપાધ્‍યક્ષ તરીકે પ.પૂ.૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગેન્‍દ્ર પ્રસાદજી મહારાજશ્રી બિરાજશે.

મહોત્‍સવો વિષયક વિશેષ માહિતિ માટે શ્રી આશિષ ૦૭૯૭૦૫ ૪૮૬૫૬, શ્રી શેલૈષ ૦૭૭૯૧ ૫૮૦૨૨૭, શ્રીનરેશ ૦૭૮૮૯ ૭૨૮૫૮૫ અથવા શ્રી ઘનશ્‍યામભાઇ ૦૭૮૦૯ ૬૦૮૮૩૧નો સંપર્ક સાધવા સ્‍વામિનારાયણ વડતાલ ગાદીની યાદીમાં જણાવાયું છે.

(9:50 am IST)
  • દિલ્હી : દ્વારકાની ઈપીએફ ઓફીસમાં બનાવટી ખાતા કૌભાંડ : કરોડો જમા કરાવ્યા : નવી દિલ્હી : કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ ઉમેરાયુ : દિલ્હીના દ્વારકા ખાતેની ઈપીએફ ઓફીસમાં ૪ કરોડ રૂપિયા બનાવટી ખાતાઓમાં જમા કરાયાની એફઆઈઆર નોંધાવાઈ : ૧ કર્મચારીની ધરપકડ થઈ access_time 3:41 pm IST

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના હવેથી આધ્યાત્મિકતા અને માનવીય મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવશે. જેથી ભવિષ્યના મેનેજર્સ દબાણ વચ્ચે પણ શાંતિનો અનુભવ લઈ શકે. આઇઆઇએમ-અમદાવાદ ખાતે ભવિષ્યના કોર્પોરેટ લીડર્સને ભગવદ્‌ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. આઇઆઇએમના પ્રોફેસરે જણાવ્યું કે તેનાથી સ્ટ્રેસમાં ઘટાડો થશે. access_time 2:12 am IST

  • મોદી સરકારનું એસસી/એસટી કાયદો ખત્મ કરવાનું ષડયંત્રઃ કોંગ્રેસનો આરોપઃ ભાજપ અને સંઘ બન્નેની માનસિકતા અનુસૂચિત જાતિ-જનજાતિને હંમેશા આર્થિક અને સામાજીક રૂપે પાયમાલ કરવાની છે access_time 4:24 pm IST