Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ઇલીનોઇ રાજયની ૮મી ડીસ્‍ટ્રીકટના સેનેટના ચાર ડેમોક્રેટીક પક્ષના ઉમેદવારો વચ્‍ચે ખરાખરીનો જંગઃ ૨૦મી માર્ચે યોજાનારી પ્રાયમરીની ચુંટણીમાં કોણ વિજયની વરમાળા પહેરશે તે અંગે અનેક પ્રકારની અટકળોઃ ભારતીય ઉમેદવાર રામ વિલિયમને સેનટરો તથા ડેમોક્રેટીક પાર્ટીના કોંગ્રેસમેનોનો ટેકોઃ શિકાગો ટ્રીબ્‍યુન અને શિકાગો સન ટાઇમ્‍સ પેપરે રામ વિલિયમને મત આપવા કરેલો અનુરોધ

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ઇલીનોઇ રાજયની ૮મી ડીસ્‍ટ્રીકટમાં રાજયની સેનેટની બેઠક માટે પ્રાયમરીની ચૂંટણી ૨૦મી માર્ચે યોજાનાર છે અને સેનેટની એક બેઠક માટે ચાર મુરતીયાઓ ચૂંટણીના મેદાનમાં ઉભા છે અને તેમાં (૧)રામ વિલિયમ (૨)ઇરા સીલ્‍વરસ્‍ટાઇ (૩)કેરોલીન મેકએટર તેમજ (૪)ડેવીડ ઝુલ્‍કીનો સમાવેશ થાય છે.

આ અંગે જાણવા મળે છે  તેમ સેનટની જગ્‍યા માટે જે ચાર ઉમેદવારો હાલમાં ચુંટણીના મેદાનમાં છે તેમાં ઇરા સીલ્‍વર સ્‍ટાઇન છેલ્લા ૧૯ વર્ષથી આ પદ્‌ભોગવી રહ્યા છે અને આ વર્ષે પણ તેમણે ચુંટણીમાં જંપલાવ્‍યુ છે તેમજ બીજા ઉમેદવાર રામ વિલિય ઇન્‍ડો અમેરીકન ડેમોક્રેટીક સંસ્‍થાના ભૂતપૂર્વ પ્રમુખ છે અને તેઓ સામાજીક કાર્યકર તેમજ સ્‍પષ્‍ટ વકતા છે શિકાગોના બે માતદાર વર્તમાનપત્રો શિકાગો ટ્રીબ્‍યુન તેમજ શિકાગો સન ટાઇમ્‍સે રામ વિલિયમને પોતાને ટેકો જાહેર કરેલો છે અને મતદારોને તેમને મત આપવા અપીલ કરી છે ડેમોક્રેટીક પાર્ટીના ત્રીજા ઉમેદવાર કેરોલીન મેકએટરએ સામાજીક કાર્યકર છે અને આ ડીસ્‍ટ્રીકટમાં તેમનુ સારૂ એવુ વજન છે અને ચોથા ઉમેદવાર ડેવીડઝુલ્‍કીએ પોતે વ્‍યવસાયે એટર્ની છે.

શિકાગોમાં ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરો તથા હાઉસના કોંગ્રેસમેન તેમજ કોંગ્રેસ-વુમનોએ ભારતીય સમુદાયના ઉમેદવાર રામ વિલિયમને પોતાનો ટેકો જાહેર કરેલો છે અને તમામ મતદારોને ચુંટણીમાં ભાગ લઇ રહેલા રામ વિલિયમને પોતાનો મત આપવા અનુરોધ કરેલ છે આવતી ૨૦મી માર્ચે યોજાનાર ચુંટણીમાં કોણ વિજયની વરમાળા પહેરશે તે અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહેલ છે અને તમામ લોકોની દ્રષ્‍ટિ આ સેનેટની સીટના પરિણામ પર મંડાયેલી મળે છે.

(11:21 pm IST)