Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

યુ.એસ.માં ‘‘ગૌરી સિધ્‍ધિ વિનાયક ટેમ્‍પલ ઓફ હયુસ્‍ટન''ના ઉપક્રમે ૧૮ માર્ચથી ૨૫ માર્ચ ૨૦૧૮ દરમિયાન ચૈત્રી નોરતા ઉજવાશેઃ ૨૫ માર્ચ રવિવારે દુર્ગા માતાજી તથા બહુચરાજીનો હવનઃ ૩૧ માર્ચ ૨૦૧૮ શનિવારે હનુમાન જયંતિ નિમિતે શનિ પૂજાનું આયોજન

હયુસ્‍ટનઃ યુ.એસ.માં ગૌરી સિધ્‍ધી વિનાયક ટેમ્‍પલ ઓફ હયુસ્‍ટન, ૫૬૪૫, હિલક્રોફટ એવ.સ્‍યુટ, ૭૦૧ હયુસ્‍ટન ટેકસાસ મુકામે આવતીકાલ ૧૮ માર્ચ ૨૦૧૮ રવિવારથી શરૂ થઇ રહેલા ચૈત્રી નોરતા ૨૫ માર્ચના રોજ થશે. જે અંતર્ગત ૨૫ માર્ચ રવિવારે બપોરે ૪ વાગ્‍યે મહાપૂજા શરૂ થશે. બાદમાં મહાયજ્ઞનો સમય સાંજે પાંચ વાગ્‍યાનો રાખવામાં આવ્‍યો છે. બીડુ હોમવાનો સમય સાંજે ૬-૩૦ કલાકે રાખેલ છે. ત્‍યારબાદ સાંજે ૭ કલાકે મહાઆરતી થશે. બાદમાં મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

હવન તથા પૂજામાં યજમાન તરીકે બેસવા ઇચ્‍છુક ભક્‍તોને પૂજારી શ્રી પ્રદીપ પંડયા (એમ.એ.સંસ્‍કૃત) કોન્‍ટેક નં.૮૩૨-૪૬૬-૯૮૬૮નો સંપર્ક સાધવા જણાવાયુ છે ઉત્‍સવની ઉજવણી કરવા વોલન્‍ટીઅર્સ તથા સ્‍પોન્‍સર્સની જરૂર હોવાનું જણાવાયું છે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

બાદમાં ૩૧ માર્ચ ૨૦૧૮ શનિવારના રોજ શનિ પૂજા, હનુમાન જયંતિ ઉજવાશે તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)
  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST

  • આજે ગણિતની પરીક્ષા હતી. બીજા સ્ટુડન્ટનીની જેમ અંધજન સ્કૂલના સ્ટુડન્ટ વિઘ્નેશ પાઠકે પણ ગણીતના દાખલા ઉકેલ્યા હતાં. જો કે વિઘ્નેશ બીજા સ્ટુડન્ટ કરતાં જુદો પડે છે કેમ કે એમણે ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંઘ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને બોર્ડની પરીક્ષા આપી હતી. જેથી આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની છે. access_time 1:49 am IST

  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST