Gujarati News

Gujarati News

News of Sunday, 18th March 2018

યુ.એસ.ના શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સીમાં ૨૫ માર્ચ રવિવારે રામનવમી તથા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો પ્રાગટયોત્‍સવ ઉજવાશેઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, મહાપ્રસાદ, તથા સંતોની કથાવાર્તાઓનો લહાવો

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ, પરામસ ન્‍યુજર્સી મુકામે આગામી ૨૫ માર્ચ ૨૦૧૮ રવિવારના રોજ મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંદ્રજી તથા પૂર્ણ પુરષોતમ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો પ્રાગટય મહોત્‍સવ ઉજવાશે.

આ પ્રસંગે ગુરૂકૂળના બાળક, બાલિકાઓ, યુવાનો, યુવતિઓ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરશે. કિર્તન ભક્‍તિ તેમજ સંતોની કથાવાર્તાનો પણ લાભ મળશે. બાદમાં મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તમામ ધર્મપ્રેમી ભક્‍તો ઉત્‍સવનો આનંદ માણે તે માટે આમંત્રણ પાઠવાયુ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ ગુરૂકૂળની આ ન્‍યુજર્સી સ્‍થિત શાખા છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. જયાં ભારતીય સંસ્‍કૃતિના તમામ તહેવારો ઉજવાય છે. તેવું શ્રી ચતુરભાઇ વઘાસિયાની યાદી જણાવે છે.

(9:10 pm IST)
  • દિલ્હી : દ્વારકાની ઈપીએફ ઓફીસમાં બનાવટી ખાતા કૌભાંડ : કરોડો જમા કરાવ્યા : નવી દિલ્હી : કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ ઉમેરાયુ : દિલ્હીના દ્વારકા ખાતેની ઈપીએફ ઓફીસમાં ૪ કરોડ રૂપિયા બનાવટી ખાતાઓમાં જમા કરાયાની એફઆઈઆર નોંધાવાઈ : ૧ કર્મચારીની ધરપકડ થઈ access_time 3:41 pm IST

  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST

  • સોનિયા ગાંધીના સ્થાપિત ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ : વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે : સોનિયા ગાંધી સ્થાપિત રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે તપાસ ચાલુ થઈ છેઃ લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના ગૃહમંત્રી કિરણ રિજ્જુ access_time 3:40 pm IST