Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

શિકાગોમાં ઇન્‍ડીયા ફ્રેન્‍ડશીપ લીગના ઉપક્રમે વોશીંગટન ડીસીના સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટમાં ડેપ્‍યુટી આસીસ્‍ટટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા મુખ્‍ય અધીકારી થોમસ વજદાને મળવાનો તેમજ તેમને આવકારવાનો એક ભવ્‍ય સમારંભ શામ્‍બર્ગ ટાઉનમાં આવેલ ગેલોર્ડ ઇન્‍ડીયા રેસ્‍ટોરન્‍ટમાં યોજવામાં આવ્‍યો હતોઃ તે પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણજીએ આપેલી હાજરીઃ આ વેળા ભારતીય બાબતોને સ્‍પર્શતા ઇકોનોમિક ઓફિસર ટ્રાવિસ કોબર્લીએ આપેલી હાજરીઃ ભારતીય સમાજના આગેવાન ભરતભાઇ બારાઇએ મહાનુભાવોને ભારતીય સમાજ વતી આપેલો ભવ્‍ય આવકાર

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) યુએસ ઇન્‍ડીયા ફ્રેન્‍ડશીપ લીગના ઉપક્રમે ફેબ્રુઆરી માસની ૨૩મી તારીખે શુક્રવારે વહીવટી તંત્રના વોશીંગટન ડીસીમાં સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટમાં ડેપ્‍યુટી આસીસ્‍ટટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા મુખ્‍ય અધીકારી થોમસ વજદાને મળવાનો તેમજ તેમને આવકાર આપવાનો એક ભવ્‍ય સમારંભ શામ્‍બર્ગ ટાઉનમાં આવેલ ગેલોર્ડ ઇન્‍ડીયા રેસ્‍ટોરન્‍ટમાં યોજવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણો હાજરી આપી હતી. આ વેળા ભારતીય બાબતોને સ્‍પર્શતા ઇકોનોમીક ઓફિસર ટ્રાવિસ કોબર્લીએ પણ હાજરી આપી હતી આ વેળા ભારતીય સમાજના આગેવાનો તથા આઠમી ડીસ્‍ટ્રીકટમાંથી રાપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર જીતેન્‍દ્ર રાપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર જીતેન્‍દ્ર દિગવાતકર તેમજ શામ્‍બર્ગ ટાઉનશીપના બોર્ડ મેમ્‍બર નિમિષ જાની પણ હાજર રહ્યા હતા.

સૌ પ્રથમ શિકાગોના ભારતીય સમાજના આગેવાન ભરતભાઇ બારાઇએ પોતાના પ્રવચનમાં ભારતીય સમાજના આગેવાનો તથા હાજર રહેલા શુભેચ્‍છકોને આવકાર આપી જણાવ્‍યુ હતુ કે જયારે હુ વોશીંગટન ડીસીના સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટમાં ગયો હતો ત્‍યારે ડેપ્‍યુટી આસીસ્‍ટટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા વજદાને રૂબરૂ મળ્‍યો હતો અને તેમને શિકાગોની મુલાકાતે પધારવા માટે આમંત્રણ આપ્‍યુ હતુ જેનો સ્‍વીકાર કરીને તેઓ આજે આપણ સૌને મળવા માટે અત્રે આવેલ છે તેજ દર્શાવે છે કે તેઓ પ્રજાની વ્‍યક્‍તિ છે આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૨૦૧૭ના વર્ષ દરમ્‍યાન પાંચમી જુલાઇએ જયારે ઇઝરાઇલ દેશની મુલાકાતે ગયા હતા ત્‍યારે ભીન્‍ન ભીન્‍ન દેશોની અગ્રગણીય સંસ્‍થાના વડાઓ દ્વારા તેમના માનમાં એક ભવ્‍ય મીલન સમારંભનું આયોજન કરવામાં આવેલ તેને તેમણે આ પ્રસંગે આછેરો ઉલ્લેખ કર્યો હતો.

સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટના આસીસ્‍ટંટ ડેપ્‍યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા થોમસ વજદાએ પોતાના પ્રાસંગીક પ્રવચનની શરૂઆતમાં ભારત અને અમેરીકા એમ બન્ને દેશો વચ્‍ચે ગયા વર્ષે પારસ્‍પરિક સબંધોમાં જે વિપુલ પ્રમાણમાં પ્રગતિ થયેલ તેનો પુનરોચાર કર્યો હતો. અને જણાવ્‍યુ હતુ કે આ બંન્‍ને દેશો વચ્‍ચે વધુને વધુ સંબોધોનો વિલસ થાય એ પ્રત્‍યે હું અત્‍યંત આશાવાદી છુ અને આપણે જો સાથે મળીને કાર્ય કરીશુ તો વિશ્વમાં તેની સારી એવી અસર થશે.

આ મિલન સમારંભ યોજવા પાછળનો મુખ્‍ય ઉદ્દેશએ હતો કે અમેરીકા અને ભારત એમ બંન્‍ને  દેશો વચ્‍ચેના પારસ્‍પરિક સબંધો વધુ વિકાસે અને બંન્‍ને દેશો વચ્‍ચે વિશ્વાસ અને મૈત્રી ભર્યા વાતાવરણનું સર્જન થાય અને સેતુ બંધ તરીકે આ કાર્ય કરે એ હતો તેમણે ભારતીય સમુદાયના લોકો આ દેશમાં રહી જે કાર્ય કરી રહ્યા છે તેની તેમણે અનુમોદના કરી હતી અને સાઉથ કરોલીનાના ગવર્નર નિકિ હેલીએ પોતાની ફરજ બજાવ્‍યા બાદ હાલમાં તેઓ યુનોમાં  અમેરીકાના એમ્‍બેસેડર તરીકે ફરજ બજાવે છે અને તેન સાથએ હાઉસમાં પણ હવે સવિશેષ પ્રમાણમાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ કાર્ય કરી રહ્યા છે તે ખરેખર આવકારને પાત્ર છે પોતાના પ્રવચનના અંતમાં તેમણે જણાવ્‍યુ હતુ કે બંન્‍ને દેશો વચ્‍ચે વ્‍યાપારી ક્ષેત્રે વધુ પ્રમાણમાં વિકાસ થાય તે દિશામાં કાર્ય કરીશુ તો બંન્‍ને દેશોને જરૂરી યોગ્‍ય ફાયદો થશે એવું મક્કમ પણે મારૂ માનવુ છે

મુખ્‍ય મહેમાન તરીકે પધારેલા શિકાગોના ભારતીય કોન્‍સ્‍યુલ નિતા ભૂષણે પોતાના પ્રવચનમાં ડેપ્‍યુટી આસીસ્‍ટટ સેક્રેટરી થોસમ વજદાને આવકાર આપી પોતાના પ્રવચનમાં જણાવ્‍યુ હતુ કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સ્‍વતંત્રતા, લોકશાહી, તેમજ વિવિધતામાં માને છે અને તેથી ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સાથે મૈત્રીભર્યા સબંધો વિકસાવસે એમ હું માનું છું.

સંરક્ષણ ક્ષેત્રે થનાર ખર્ચનો ઉલ્લેખ કરતા કોન્‍સ્‍યુલ જનરલે જણાવ્‍યુ હતુ કે ભારત અમેરીકાનો આ ક્ષેત્રે ખર્ચો ૧૫ બીલીયન ડોલર જેટલો થવા જાય છે અને ભારતના  વડાપ્રધાનની નિતિ અન્‍વયે એરફોર્સ ઇન્‍ડસ્‍ટ્રીના જુના ૧૦૦ જેટલા એરક્રાફટો છે તે તમામને આધુનિક બનાવવામાં આવશે.

તેમણે પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્‍યુ હતુ કે ઇન્‍ફોસીસ અમેરીકામાં પોતાના કાર્યનુ વિસ્‍તરણ કરી રહ્યું છે અને અમેરીકન કામદારોને તેઓ નોકરીએ રાખશે. મહિન્‍દ્ર એન્‍ડ મહિન્‍દ્ર તથા વિપ્રો નામની સંસ્‍થા પણ દિનપ્રતિદિન અમેરીકામાં પ્રગતિના પંથે આગળ પ્રયાણ કરી રહી છે મહિન્‍દ્ર એન્‍ડ મહિન્‍દ્રએ ગયા વર્ષે ડીટ્રોઇડ શહેરમાં એક નવો પ્‍લાન્‍ટ શરૂ કરેલ છે જયારે વિપ્રોએ ત્રણ હજાર કામદારોને અમેરીકામાં નોકરીએ રાખેલ છે તેમજ ટેમ્‍પા અને ડલાસ શહેરમાં નવા સેન્‍ટરો શરૂ કરનાર છે.

આ વેળા પ્રશ્નોત્તરીનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો જેમાં મુખ્‍યત્‍વે ઇમીગ્રેશનને સ્‍પર્શતા પ્રશ્નો અગત્‍યના હતા. H1B વીઝા ધારકોને ગ્રીનકાર્ડ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તેયોય નથી માટે તે અંગે ઘટતુ કરવુ જોઇએ એવા પ્રશ્નના પ્રત્‍યુત્તરમાં થોમસ વજદાએ જણાવ્‍યુ હતુ કે આ સમગ્ર પ્રશ્ન અંગે કોંગ્રેસના સભ્‍યોએ અંતિમ નિર્ણય લેવાનો રહે છે અને હાલમાં આ પ્રશ્ન અંગે હાલમાં આ પ્રશ્ન અંગે કોંગ્રેસના સભ્‍યો સજાગ બની યોગ્‍ય કાર્યવાહી કરી રહ્યા છે અને તેમના નિર્ણયા અનુસાર અમારે તેનો અમલ કરવાનો રહે છે.

થોમસ વજદા સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટમાં આવ્‍યા તે અગાઉ તેઓ મુંબઇની કોન્‍સ્‍યુલેટ ઓફિસમાં ત્રણ વર્ષ સુધી કોન્‍સ્‍યુલની ફરજ પૂર્ણા કરીને અત્રે આવેલ છે.

(11:47 pm IST)