Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ ડાકાના પ્રોગ્રામ અંગે અપીલ કોર્ટમાં આપીલ કર્યા બાદ તેની સાથે અધીકારીઓએ સુપ્રીમ કોર્ટમાં પણ જરૂરી અરજી કરી તેની સમીક્ષા કરવા વિનંતી કરતા સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશોએ આ સમીક્ષા અરજી માન્‍ય રાખી ન હતીઃ આથી હવે અપીલ્‍સ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ આ કેસ અંગે કેવા પ્રકારનો ચુકાદો આપે છે તે તરફ સમગ્ર પ્રજાનુ ધ્‍યાન કેન્‍દ્રિત થયેલુ જોવા મળે છેઃ બે ભીન્‍ન ભીન્‍ન શહેરોની ડાકાના પ્રોગ્રામને રદ કરવા માટે જે કાર્યવાહીઓ કરવામાં આવી તે અંગે એક સમાન સ્‍ટેના ચુકાદાઓ આવતા સર્વત્ર જગ્‍યાએ રાહતની લાગણી

( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલ્‍સ પ્રોગ્રામ અંગે નીચલી અદાલતે જે મનાઇ હૂકમ આપેલ તે અંગે અમેરિકાની સર્વોચ્‍ચ અદાલતમાં તેને પડકાતરી એક અરજી કરી હતી પરંતુ આ અદાલતના નામદાર ન્‍યાયાધીશોએ તેને સાંભળવાની ના પાડી હતી અને જયાં સુધી નીચલી અદાલતમાં તેનો અંતિમ ચુકાદો ન આવે ત્‍યાં સુધી કોઇ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે  નહી એવુ સ્‍પષ્‍ટ પણે જણાવતા પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રને ભારે પ્રમાણમાં પછડાટ ખાવાનો સમય આવ્‍યો હતો ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસમાં આ ડાકાના પ્રોગ્રામને રદ કરતો વહીવટી હૂકમ પ્રમુખે બહાર પાડયો હતો અને આ માર્ચ માસની પાંચમી તારીખ સુધી તેનો અમલ રહેશે અને તેની સાથે સાથે તેમણે કોંગ્રેસને આ સમગ્ર પ્રશ્ન અંગે ઘટતુ કરી કાયદાઓ બનાવવા અનૂરોધ કર્યો હતો પરંતુ આજદિન સુધી કોંગ્રેસના પ્રતિનિધિઓ કોઇ પણ પ્રકારનો ચોક્કસ પ્રમાણમાં કાયદો બનાવી શકયા નથી અને આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્‍યાર સુધીમાં વહીવટી હૂકમમાં જે છ માસના સમયનો નિર્દેશ કરવામાં આવેલ છે તેની અવધિ પણ પૂર્ણ થાય છે માટે આ પ્રોગ્રામનો લાભ લેનારા લાભાર્થીઓનુ ભાવિ હાલમાં અધ્‍ધરતાલ હોય તેવુ લાગી રહેલ છે પરંતુ આ સમગ્ર પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટના નામદાર ન્‍યાયાધીશોએ જે નિર્ણય કરીને સરકારે તેને પડકારવાનો નિર્ણય કરેલ પરંતુ તે અરજીની સુનાવણી ન કરીને જે પગલુ ભરેલ તેને સર્વત્ર જગ્‍યાએથી આવકાર પ્રાપ્ત થયેલ છે અને તમામ લોકો માટે આ આનંદના સમાચાર છે એવું સર્વત્ર જગ્‍યાએથી સંભળાઇ રહ્યુ છે.

 ગયા સપ્‍ટેમ્‍બર માસમાં વહીવટી તંત્રના અધીકારીઓએ ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડ હૂડ એરાયવવ્‍સ પ્રોગ્રામ કે જેનો અમલ ૨૦૧૨ના વર્ષથી શરૂ થયેલ તે ગેરબંધારણીય છે એવુ જાહેર કરીને તેને રદ કરવામાં આવ્‍યો હતો પરંતુ અમેરીકાના કેટલીક સ્‍થાનિક સંસ્‍થાઓ તેમજ સરકારી એજન્‍સીઓએ તેને ન્‍યાયી અદાલતમાં પડકારવામાં આવ્‍યો હતો.

ગયા જાન્‍યુઆરી માસની નવમી તારીખના રોજ નોર્ધન ડીસ્‍ટ્રીકટ ઓફ કેલીફોર્નિયા નામદાર ન્‍યાયાધીશે આ સમગ્ર કેસ અંગે રાષ્‍ટ્રવ્‍યાપી ધોરણે મનાઇ હુકમ આપ્‍યો હતો અને તેની સાથે સાથે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રને ડ઼ાકા પ્રોગ્રામનો લાભ લેનારા તમામ લાભાર્થીઓની અરજીઓ રીન્‍યુ કરવાની કાર્યવાહી શરૂ કરવા આદેશ આપ્‍યો હતો ત્‍યાર બાદ ફેબ્રુઆરી માસની તેરમી તારીખે ઇસ્‍ટર્ન ડીસ્‍ટ્રીકટ ઓફ ન્‍યુયોર્ક કોર્ટના નામદાર ન્‍યાયાધીશે બટાલ્લા વિડાલના કેસમાં પણ આવા પ્રકારનો આદેશ આપ્‍યો હતો.

આવા પ્રકારનો ચુકાદો આપતા પહેલા બંન્‍ને નામદાર કોર્ટના ન્‍યાયધીશોએ સ્‍પષ્‍ટ પણે જણાવ્‍યુ હતુ કે ડાકા પ્રોગ્રામને રદ કરવાનો નિર્ણય ગેરબંધારણીય તેમજ હાલના જે ઇમીગ્રેશનના કાયદાો અસ્‍તિત્‍વમાં છે તેનાથી વિરોધાભાસી છે આથી તે સદંતર રીતે ખોટો છે તેમજ વહીવટી કાર્યવાહી અધિનિયમોનું ઉલ્લંધન કરે છે જે ૧૯૪૬ના વર્ષનો કાયદો છે જે ફેડરલ એજન્‍સીઓનું નિયમન કરે છે અને તેમના વર્તન પર ન્‍યાયિક દેખરેખ પુરી પાડેછે કે જે કાયદો ફેડરલ એજન્‍સીઓ દ્વારા મનસ્‍વી અને તરંગી ક્રિયાઓ પર પ્રતિબંધ મુકે છે અને તેની સાથે સાથે અનેક પાવર સામે રક્ષણ પુરૂ પાડે છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ કેલીફોર્નિયાનાના નામદાર ન્‍યાયાધીશે આ અંગે જે ચુકાદો આપેલ તેને ઉપલી અદાલત નવીમી સર્કીટ કોર્ટમાં અપીલ કરી પડકારવામાં આવ્‍યો હતો અને તેની સાથે સાથે સુપ્રીમ કોર્ટના આંગણે પણ તેની સમીક્ષા કરવા રજુઆત કરી હતી અને અપીલ કોર્ટના ચુકાદા પહેલા આ કેસને લેવાની વિનંતી કરી હતી અને તેઓને એવી પણ આશા હતી કે એપલેટ કોર્ટને તેઓ બાય પાસ કરીને સીધી સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી કરે જેનો નામદાર ન્‍યાયાધીશોએ સાફ ઇન્‍કાર કર્યો હતો. આથી એ ફલિત થાય છે કે નાગરિક પરક્રિયાને દુર કરવા કોઇપણ પ્રકારનુ ચોક્કસ કારણ નથી.

સુપ્રીમ કોર્ટના આવા પ્રકારના નિર્ણયથી ડાકા પ્રોગ્રામનો લાભ લેનારાઓને જરૂરી રાહત મળશે પરંતુ કોંગ્રેસમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ આ સળગતા પ્રશ્નનો જરૂરી ઉકેલ લાવે એ હિતાવહ છે સુપ્રીમ કોર્ટના આવા ચુકાદાથી ડાકાના લાભાર્થીઓને જરૂરી રાહત મળશે પરંતુ તેઓ સર્વે હજુ પણ ભયમાં જીવન વિતાવી રહ્યા છે તેમજ અમેરીકામાં બનાવેલ તેઓ પોતાની જીંદગીને જોખમમાં મુકી રહેલ છે પરંતુ સુપ્રીમ કોર્ટના રૂઢીચુસ્‍ત ન્‍યાયાધીશોએ અમેરીકાના પ્રમુખ ટ્રમ્‍પની નિતિઓ કલમના એક ઝાટકે સ્‍ટે આપીને હાલમાં કામ ચલાવ રીતે રદ કરેલ છે જે આવકારને પાત્ર છે.

હવે અપીલ્‍સ કોર્ટમાં આ સમગ્ર કેવો વળાંક લે છે તે તરફ સૌ લોકોની ઇષ્‍ટ ખંચાયેલી જોવા મળે છે. 

(11:13 pm IST)
  • આવી રહેલ હવાના દબાણને લીધે દક્ષિણ અને આંતરિક તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને કોંકણ-ગોવાના ભાગોમાં સારો વરસાદ પડશે access_time 12:52 pm IST

  • હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST

  • હે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST