Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

‘‘ઇતની શક્‍તિ હમેં દેના દાતા'': ‘‘વિશ્વ મહિલા દિન'': અમેરિકામાં બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા વૈશ્નવ ટેમ્‍પલ ઓફ ન્‍યુયોર્ક સિટીઝન સેન્‍ટરના ઉપક્રમે ૯ માર્ચના રોજ કરાયેલી ઉમંગભેર ઉજવણી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ બૃહદ ન્‍યુર્યોક સીનીયસે તથા વૈષ્‍ણવ ટેમ્‍પલ ઓફ ન્‍યુયોર્કના સીનીયર સીટીઝન સેન્‍ટરે શુક્રવાર માર્ચ ૯ના સાંજે ૩ કલાકે ટેમ્‍પલના વલ્લભ હોલમાં ‘વિશ્વ મહિલા દિન'ની શાનદરા અને અુશોભિત ઉજવણી કરી સમસ્‍ત વિશ્વની મહિલાઓને બિરદાવી હતી.

શરૂઆતમાં બે પવિત્ર આત્‍માઓ એક ગુજરાતી સમાજ ઓફ ન્‍યુયોર્કના પ્રખર દાતા શ્રી હરીશભાઇ મીસ્‍ત્રીના ધર્મપત્‍ની સુમિત્રાબેન જેઓ નવેમ્‍બર ૨૦,૨૦૧૭ના રોજ દેવલોક પામ્‍યા  અને બીજા વૈષ્‍ણવ ટેમ્‍પલ ઓફ ન્‍યુયોર્કના ટ્રસ્‍ટી અને અગ્રણી વૈષ્‍ણવ જયેશભાઇ શાહ જેઓ ૧૨મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ દેવલોક પામ્‍યા તે બન્‍નેને સભાએ ઉભા થઇને તેમના સદ્‌ગત આત્‍માને અંજલી આપી હતી.

મંગળા અરણ રૂપે ગોપીબેન ઉદેશી, કામીનીબેન શાહ, હીનાબેન શાહે ‘મુઝે શક્‍તિ દે દાતા'  ની પ્રવિત્ર પાર્થના કરી ઇશ્વરને આહવાન કર્યુ કે વિશ્વની સમસ્‍ત મહિલાઓમાં ‘શક્‍તિનુ'સિંચન કરીને વિશ્વને તેજોમય બનાવી દે.

દીપ પ્રાગ્‍ટય માટે મીસ ન્‍યુયોર્ક મંજુરી પરીખે દક્ષાબેન પટેલ, મંજરીબેન ભટ્ટ, દીપીકાબેન ડોકટર, વસુધરા કલસપુડી, નલીનીબેન પરીખ, શીતલબેન દેસાઇ, રેખાબેન ત્રીવેદી, પદમાબેન મહેતા, વીપુલ શાહ, કામીનીબેન શાહ, હેમાબેન શાહ અને ગોપીબેન ઉદેશીને નિમંત્રા અને સર્વેએ પૂર્ણિમાબેન કાપડીયાના અજોડ ગાયત્રી મંત્રના ઉચ્‍ચારણ સાથે દિપ પ્રાગ્‍ટયની રસમ પુરી કરી સ્‍ટેજ પર બિરાજયા.

ગોપીબેન ઉદ્દેશીએ આજના ‘વિશ્વ મહીલા દિન'નિમિન્‍ને આપ સર્વેને અને વિશ્વની સમગ્ર મહિલાઓને શુભેચ્‍છા અને અભિનંદન પાઠવ્‍યા હતા. આજની આ ઉજવણી બૃહદ ન્‍યુયોર્ક સીનીયર્સ તથા વૈષ્‍ણવ ટેમ્‍પલ ઓફ ન્‍યુયોર્કના સીનીયર સીટીઝન સેન્‍ટરના સહકારથી કરી એક નવા પ્રકરણની શરૂઆત રૂપે છે.

ઇતિહાસની તવારીખ જોતા સૌ પ્રથમ સન ૧૯૦૯મા ‘રાષ્‍ટ્રિય મહિલા દીન' ની ઉજવણીની શરૂઆત થઇ અને આખરે યુનાઇટેડ નેશને ‘૮મી માર્ચ ૧૯૭૫'ના દિવસની ‘આંતર રાષ્‍ટ્રિય મહિલા દીનની ઘોષણા કરી. આ દિવસે વિશ્વના પ્રગતિશીલ અને વિકસીત દેશો પોતાના દેશની અલગ ક્ષેત્રમા ફાળો આપેલ મહિલાઓની ઝાંખી કરી તેમને માન, સન્‍માન આપી તેમની યોગ્‍યતાની કદર કરી તેમની ભાવનાઓને બિરદાવે છે.

જેમ પૃથ્‍વી પોતાની ધરી પર પરિભમ્રણ કરી આખા વિશ્વમાં પ્રકાશ આપી જીવીત રાખે છે તેમ સ્‍ત્રી પોતાની ધરી પર કુટુંબ, પરિવારને ફેરવી ઉજ્જવળ બનાવે છે એટલે જે કહ્યુ છે કે ‘સ્‍ત્રી વગર સૂષ્‍ટ્રિનું સર્જન શકય નથી'અહી દરેક દરેકે મહિલાઓની જુદી જુદી કહાની છે. અનેક વિટબણાઓ સહન કરીને પરિવાર પાછળ ત્‍યાગ આપીને પોતાના પરિવારને આગળ લાવવાની મથામણ કરે છે અને પોતાના જીવનને સાર્થક બનાવે છે.

આપણે અમેરીકામા દરેક વસ્‍તુ પર કિમતની મહોર લાગેલી હોય છે પણ આપણા પર કોઇની મહોર લાગવી ન જોઇએ આપણે દરેકે ઉચાઇના શીખર સર કરવાના છે તેને માટે તમે શુ વિચારો છો, શુ અમલમા મૂકો છો અને આગળ કયુ પગલુ ભરો છો અને તમારી સરખામણી કોની સાથે કરો છો તે ખૂબજ અગત્‍યનુ અને મહત્‍વનુ છે તમારૂ ધર્મોમિટર કે બેરો મીટર બીજાના હાથમા ન આપશો. દરેક   પણે જીવનમા શીખવાની તાલામેલી રાખવી પછી તે નાનો બાળકહોય, પરિવાર હોય, સમાજ હોય, વાંચન કે મનોરંજન હોય, તેનાથી જીવનમા સર્જન આવે છેતે પહેલા મનમા આવે છે તેથી જ કહ્યુ છે કે ‘‘મનમા કઇક ભરીને જીવશો તો મન ભરીને જીવી નહી શકો તેથી જ આજે વિશ્વમા જે પ્રગતિ થઇ રહી છે તેમા મહીનાઓનો ખૂબજ ફાળો છે

આપણા દેશ તરફ નજર નાખીએ નો રાણી લક્ષ્મીબાઇ કલ્‍પના ચાળલા, એવા અગણિત નામો છે યાદ રાખો કે આપણી માતાઓના સ્‍થાન શિખર પર છે. એટલે માનુ સ્‍થાન-સ્‍થળ ઉપર જ છે. તેની શીખ દરેકે રાખવી જોઇએ પદમાબેન મહેતાએ પોતાના વિષય ‘સેવા' પર સમજ પૂર્વક પૂર્વક ખ્‍યાલ આપીને કહ્યુ કે સેવા પછી એ ગમે તેની હોય સમાજ, માનવીની, દેશની કે પ્રભુ સેવા, દરેક સેવામા ઇશ્વર છુપાયેલો છે. મહાત્‍મા ગાંધી, માર્ટીન બ્‍યુધર કીંગ, મધર ટેરેઆએ બીજાની સેવામા પોતાની જાતને ઘસી નાખી તેમણે પુરવાર કર્યુ કે સેવા નિસ્‍વાર્થ, ભાવના કે બદલાની આશા વગરની હોવી જોઇએ સેવા કરવાથી સમયનો સદ્‌ઉપયોગ, લૌકિક આનંદ, જાતજાતના અનુભવો અને નિખાલસ સેવાથી મન પ્રફુલ્લિન રહે છે તમે જો સેવા કરશો તો તમારો પરિવાર અને બાળકો સેવા કરવા પ્રેરાશે અને સમાજને ઉજ્જવળ બનાવશે. તેથીજ મહાત્‍મા ગાંધીએ કહ્યુ હતુ કે ‘The best way to sind yoursers is to lose yoursert in the seruice of others' આ મહિલા પોતે જ ખૂબ જ સેવાભાવી છે

રેખાબેન ત્રીવેદીએ ‘સેવા'પર અનોખો પ્રકાશ પાડતા કહ્યુ કે આપણને બધાને સેવા એટલે કોઇપણ જાતની મદદ કરવાની ઇચ્‍છા ઉદ્‌ભવે એક આપણુ ભજન છે કે ‘મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણુ બહયા કરે' સેવા નિષ્‍યક્ષ, કોઇપણ જાતની આશા વગરની પેલા સંસ્‍કૃતના શ્‍લોક જેવી ‘કમેણે વ્‍યાધિકા' એમ સેવા કરતો જાફળ ઇશ્વર આપશે. બીજુ સેવામા કોઇ કામ મોટુ નથી. નાનુ નથી સેવાનો વિચાર કરતા એમ ન થવુ જોઇએ કે આટલુ નાનુ,નકામુ, નજીધુ કામ મારાથી કરાય think work is work ત્રીજુ સેવા કરતી વખતે કોઇના દિલને દુભાવાય નહી, વિનય અને વિવેક જાળવવાનો ખાસ ખ્‍યાલ રાખવાનો આખરે તેમણે સ્‍ત્રી શક્‍તિની પ્રશંસા કરી અને ઝાંસીની રાણી, અને શિવાજીને જન્‍મ આપનાર માતા જીજીબાઇને યાદ કર્યા સ્‍ત્રીમા અનેક શકતીઓ વીરતા, સહન શક્‍તિ, લાગણી અને જરૂર પડેતો કઠોર પણ બની જાય છે સ્‍ત્રી ઘરને વારસો આપે છે અને પોતાના બાળકોમા સંસ્‍કારોનું સિંચન કરે છે.

ડોકટર દિપિતાએ જણાવ્‍યું કે તંદુરસ્‍તી તમારા હાથમાં જ છે તે માટે ડાયટ, યોગા, કસરત,સમતોલ ખોરાકનુ મહત્‍વ સમજાવુ તેમણે એમપણ જણાવ્‍યુ કે હિન્‍દુ ધર્મમા અનાદિ કાળથી સ્‍ત્રીને ખૂબ જ મહત્‍વ આપ્‍યુ છે. અને પુજનીય ગણી છે.

હેમાબેન શાહે આપણા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને યાદ કરતા કહ્યુ કે ‘બેટી બચાવ, બેટી પઢાવો'ને યાદ કર્યા તેમણે ઇરાનની વાઇટ વેનસડે ઉજવણીની છણાવટ કરી અને મુંબઇના માટુંગા રેલ્‍વે સ્‍ટેશનનો પુરો સ્‍ટાફ મહિલાઓનો છે એમ કહી નારી શક્‍તિને બીરદાવી.

ડોકટર વસુધરાએ કહ્યુ કે દરરોજ મહિલાઓનો દિવસ છે

શીતલ દેસાઇએ યોગા, કસરત, શરીરની સંભાળ કેવી રીતે રાખવી તેનુ જ્ઞાન બારીકાઇથી પીરસ્‍યુ હતુ.

ડોકટર પલીની પરીખ સારા કૃષ્‍ણપ્રેમી છે તેથી બાળકોમા સમાજમા ભક્‍તિ અને સંસ્‍કારનું સિંચન કઇ રીતે કરી શકીએ તે સમજાવ્‍યુ.

સીમુલ  આહે જણાવ્‍યુ કે મહિલાઓએ અગત્‍યના ડોકયુમેન્‍ટ કેવી રીતે રાખવા, સાચવવા, બેન્‍કમા પૈસાની લેવડ દેવડમા રસ લેવોએ વિષય પર પોતાનુ અગાઢ જ્ઞાન આપ્‍યુ.

કામીનીબેન શાહે પોતે એક સ્‍ત્રી છે એમનુ સ્‍વભિમાન છે પોતે દીકરી વહુ પત્‍ની સાસુમા અને દાદીમાં સારી ભુમિકા ભજવી છે અને એ માટે માન છે આ બધામા સારા સંસ્‍કારનું સિંચન બતાવ્‍યુ.

આજના દિવસે બૃહદ ન્‍યુયોર્ક સીનીયર્સને ન્‍યુયોર્કના ગર્વનર  તરફથી ‘વિશ્વ મહિલા દિનનુ' પોકસોમેશન, ન્‍યુયોર્ક સીટીના મેયર તરફથી સંદેશો મળ્‍યા તે ઉપરાંત દક્ષાબેન પટેલ, ડોકટર ફુન્‍જ બાલા કુજબાલા શાહ, ડોકટર વસુન્‍ધરા કલસપુડી, અમીતા અમીનાબેન અમીન,પદમાબેન મહેતા, રેખાબેન, ત્રીવેદી, અને ડોકટર વિધાબેન પટેલને સર્ટીફીકેટ આવી તેમની સેવાની કદર (કદર) કરવામાં આવી હતી. છેલ્લે ઇનામોની વહેચણી અને શ્રીનાથજીનો પ્રસાદ આરોગી સૌ વિખરાયા હતા.

સ્‍ત્રી શક્‍તિ એટલે દેવી શક્‍તિ સમાન છે તેવું શ્રી શશિકાંત પટેલના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:41 am IST)
  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST

  • લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો નહિ દર્શાતા તેમને રિમ્સ હોસ્પિટલમાં લઇ ગયા access_time 4:24 pm IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST