Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા ન્‍યુયોર્ક, તથા ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શના સંયુક્‍ત ઉપક્રમે ૮ માર્ચ ૨૦૧૮ના રોજ થનારી ઉજવણીઃ વીમેન લીડરશીપ કોન્‍ફરન્‍સ તથા મનોરંજન પ્રોગ્રામનું આયોજન

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'' કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા, ન્‍યુયોર્ક તથા ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શ ન્‍યુયોર્ક-ન્‍યુજર્સી-કનેકટીકટના સંયુક્‍ત ઉપક્રમે આગામી ૮ માર્ચ ૨૦૧૮ ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'' ઉજવાશે.

ઇન્‍ડિયન કોન્‍સ્‍યુલેટ 3E ૬૪th સ્‍ટ્રીટ ન્‍યુયોર્ક મુકામે સાંજે ૬:૩૦ વાગ્‍યાથી શરૂ થનારી ઉજવણી અંતર્ગત વીમેન લીડરશીપ કોન્‍ફરન્‍સનું આયોજન કરાયું છે. જેમાં પ્રોફેસર સુશ્રી ગાયત્રી ચક્રવર્તી સ્‍પિવાક, સુશ્રી ચંદ્રિકા ટંડન, સુશ્રી એશિતા ચક્રવતી, સુશ્રી મિરા ગોડફ્રે, સુશ્રી નિશા માથુર, હાજરી આપશે. ઉપરાંત ઉજવણી અંતર્ગત Daisy Jopling નો મનોરંજન કાર્યક્રમ પણ રાખવામાં આવ્‍યો છે.

તમામને આ ઉજવણીમાં શામેલ થવા આમંત્રણ અપાયું છે. અગાઉથી રજીસ્‍ટ્રેશન માટે ઇમેલ madad.newyork@mea.gov.in દ્વારા  સંપર્ક સાધવા કોન્‍સ્‍યુલેટ જનરલ ઓફ ઇન્‍ડિયા, કોમ્‍યુનીટી અફેર્સ ટીમ (૨૧૨-૭૭૪-૦૬૩૩(૦૬૧૦)ની યાદીમાં જણાવાયું છે.

(9:11 am IST)