Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સાતમા ગ્રેડમાં અભ્યાસ કરતો 12 વર્ષીય ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ અરુણ પૃથી દરિયામાં તણાયો : કેલિફોર્નિયાના દરિયામાં આવેલું 15 ફૂટ ઊંચું મોજું તાણી ગયું : દરિયાકાંઠે ઉજવણી માટે ગયેલો પરિવાર હતપ્રભ

કેલિફોર્નિયા : નોર્ધર્ન કેલિફોર્નિયામાં આવેલા દરિયા કાંઠે 18 જાન્યુઆરીના રોજ માર્ટિન લ્યુથર કિંગ જુનીઅર ડે ઉજવવા ગયેલા ઇન્ડિયન અમેરિકન પરિવારનો સાતમા ગ્રેડમાં અભ્યાસ કરતો 12 વર્ષીય પુત્ર  અરુણ પૃથી દરિયામાં તણાઈ ગયાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ફ્રૅમોન્ટ કેલિફોર્નિયામાં સ્થાયી થયેલો આ પરિવાર તેમના બંને પુત્રો 12 વર્ષીય અરુણ તથા 8 વર્ષીય પુત્ર સાથે દરિયાકાંઠે ગયેલો ત્યારે બંને બાળકોના પિતા તરુણ પૃથી તથા બંને બાળકો 15 ફૂટ ઊંચા આવેલા મોજામાં તણાયા હતા.જે પૈકી પિતા તરુણ તથા નાનો પુત્ર પાછા દરિયા કાંઠે આવી શક્યા હતા.પરંતુ અરુણ નહીં આવી શકતા રેસ્ક્યુ ટીમ તેમજ હેલીકૉપટર દ્વારા પણ તપાસ કરાઈ હતી.પરંતુ હજુ સુધી પુત્રનો પત્તો નહીં મળતા પરિવાર હતપ્રભ થઇ ગયો છે.તેવું જાણવા મળે છે.

(4:09 pm IST)
  • કોરોના વેક્સીન લેવાનો અનુભવ કેવો રહ્યો ? : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીના નાગરિકો સાથે આવતીકાલ શુક્રવારે વિડિઓ કોન્ફરન્સથી વાતચીત કરશે access_time 6:17 pm IST

  • દિલ્હીની ટ્રેક્ટર રેલી અંગે પોલિસ અને ખેડૂતો વચ્ચે મંત્રણા : પ્રજાસત્તાક દિવસે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાના છે તે સંદર્ભે દિલ્હીના ટોચના પોલીસ અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક ચાલુ થઈ છે. દિલ્હીના જોઇન્ટ પોલીસ કમિશનર એસ યાદવ સિંધુ બોર્ડર પાસે એક રિસોર્ટમાં પહોંચી ગયા છે. access_time 12:47 pm IST

  • ખેડુત આંદોલન મુદ્દે ઈન્દ્રનીલ રાજયગુરૂ અને પાલ આંબલીયાની સવારે અટકાયત બાદ સાંજે તેઓને છોડી મુકાયા બાદ ફરી તેઓ 'અકિલા' ચોકમાં ધરણા પર બેસતા ફરી અટકાયત : રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ - પોલીસ વચ્ચે પકડમ્ દાવ શરૂ : ફરી ધરણા પર બેઠેલા ઈન્દ્રનીલ સહિતના ખેડૂત આગેવાનોની અટકાયત કરી હેડ કવાર્ટર લઈ જવાયા : જયાં સુધી ખેડૂત આંદોલનની મંજૂરી નહિં મળે ત્યાં સુધી ધરણા કરવા ઈન્દ્રનીલ મક્કમ access_time 6:39 pm IST